જ્યારે જ્યારે ધવનની બેટ ચાલે છે....
ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનની બેટે મેલબર્નમા જોરદાર ધમાકો બોલાવ્યો અને તેની આ રમતે દક્ષિણ આફ્રિકા પર ભારતની જીતનો ઈતિહાસ રચ્યો. ધવને મેલબર્નના મેદાંપર સદી લગાવી અને મેન ઓફ ધ મેચની પસંદગી પામ્યા.
ધવનનો વનડે ક્રિકેટમાં સાતમી સદી હતી અને આંકડા પુરાવા છે કે તેમણે જ્યારે જ્યારે સદી લગાવી છે.. ત્યારે ત્યારે ભારતે મેચમાં જીત નોંધાવી છે.
ધવનની સદી અને ભારતની જીત
|
તારીખ઼ |
મેદાન |
ધવન ની સદી |
વિપક્ષી ટીમ |
ભારત જીત્યુ |
|
22 ફેબ્રુઆરી 2015 |
મેલબર્ન |
137 રન |
દક્ષિણ અફ્રીકા |
130 રન |
|
2 નવેમ્બર 2014 |
કટક |
113 રન |
શ્રીલંકા |
169 રન |
|
27 નવેમ્બર 2013 |
કાનપુર |
119 રન |
વેસ્ટઇંડીઝ |
5 વિકેટ |
|
30 ઓક્ટોબર 13 |
નાગપુર |
100 રન |
ઑસ્ટ્રેલિયા |
6 વિકેટ |
|
26 જુલાઈ 2013 |
હરારે |
116 રન |
જિમ્બૉબ્વે |
58 રન |
|
11 જૂન 2013 |
ઓવલ |
102 રન |
વેસ્ટઇંડીઝ |
8 વિકેટ |
|
6 જૂન 2013 |
કાર્ડિફ઼ |
114 રન |
દક્ષિણ આફ્રીકા |
26 રન |
મેલબર્નમાં ધવનની સદીએ ભારતને માત્ર જીત જ નથી અપાવી પણ વિશ્વ કપમાં દક્ષિણ આફ્રિકાને ક્યારેય ન હરાવી શકવાનુ કલંક પણ ધોઈ નાખ્યુ.
મેલબર્નના મેદાન પર ભૂરી જર્સિયોની ભીડ વચ્ચે ચોક્કા છક્કા મારી રહેલ ધવનને ઓસ્ટ્રેલિયાની ધરતી પર જઈને લગભગ ત્રણ મહિના થઈ ગયા છે. પણ પાકિસ્તાન વિરુદ્ધ તક પહેલા કદાચ જ કોઈ તેમના વિશે વાત કરી રહ્ય હતુ.
દરેક શોર્ટ બોલ પર તેમની નબળાઈઓ ગણી રહ્યા હતા. પણ ધવન અને તેમના ઉસ્તાદોને ખબર હતી કે આનો જવાબ કેવી રીતે આપવાનો છે.
અભ્યાસ દરમિયાન શિખરે બોલરોને ટેબલ પર ઉભા થઈને તેમને બોલ નાખવાનુ કહ્યુ. જેથી લાંબા બોલરોની શોર્ટ બોલને રમવામાં તેમને નિપુણતા મળી શકે.