ભારતીય ક્રિકેટ ટીમ વર્તમાન દિવસોમાં વર્લ્ડ કપમાં ઘમાલ કરી રહી છે. આવો જાણીએ ભારતીય ક્રિકેટ ટીમના ધુરંઘર ખેલાડીઓની પત્નીઓ વિશે..
સાક્ષી ધોની (મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની): ભારતના સૌથી સફળ કપ્તાનની સાથે વિવાહના બંધનમાં બંધાઈને ચર્ચામાં આવેલી સાક્ષી સિંહ રાવત મહેન્દ્ર સિંહ ધોનીના બાળપણની મિત્ર હતી અને બંનેના પરિવાર એકબીજાને જાણતા હતા. સાક્ષી હોટલ મેનેજમેંટમાં ઔરગાબાદના એક કોલેજથી ગ્રેજ્યુએટ છે.
સાક્ષીના પરિવારના રાંચીથી દેહરાદૂનમાં વસ્યા પછી માહી અને સાક્ષીની એકવાર ફરી મુલાકાત કલકત્તાના તાજ બેંગાલમાં થઈ જ્યા ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન વિરુદ્ધ એક મેચ માટે રોકાઈ હતી અને સાક્ષી પોતાની હોટલ મેનેજમેંટની ટ્રેનિંગ લઈ રહી હતી. 4 જુલાઈ 2010ના રોજ ધોનીએ સાક્ષી સાથે લગ્ન કર્યા.
આગળના પેજ પર મળો સ્ટુઅર્ટ બિન્નીની પત્નીને..
મયંતી લૈંગર (સ્ટુઅર્ટ બિન્નીની પત્ની) ભારતીય ઓલરાઉંડર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની મયંતી લૈંગર (Mayanti Langer) એક જાણીતી ટીવી ચેનલમાં ખેલ પત્રકારના રૂપમાં કાર્ય કરે છે. તેણે ચેનલ માટે ફુટબોલ કેફે, જી સ્પોર્ટ્સ, 2010 ફીફા વર્લ્ડ કપ, 2010 કોમન વેલ્થ ગેમ્સ, 2011 ક્રિકેટ વર્લ્ડ કપ, ફર્સ્ટ સુપર લીગ 2014 અને 2015 આઈસીસી વર્લ્ડ કપ જેવા શો હોસ્ટ કર્યા છે.
તેમના પિતા લેફ્ટિનેંટ જનરલ સંજીવ લૈંગરે યૂનાઈટેડ નેશંસમાં કામ કર્યુ છે અને તેમની માતા પ્રીમિંડા શિક્ષાના ક્ષેત્રમાં પોતાના યોગદાન માટે પુરસ્કાર જીતી ચુકી છે. મયંતી દિલ્હીના હિંદુ કોલેજથી બીએ ઓનર્સ ગ્રેજ્યુએટ છે. સ્ટુઅર્ટ બિન્ની અને મયંતી લૈંગરના લગ્ન 2013માં થયા.
આગળના પેજ પર મોહમ્મદ શમીની પત્ની ..
હસીન જહાં (મોહમ્મદ શમીની પત્ની) : પૂર્વ મોડલ હસીન જહાંની ભારતીય બોલર મોહમ્મદ શમી સાથે મુરાદાબાદમાં 6 જૂન 2014માં એક વ્યક્તિગત સમારંભમાં લગ્ન થયા. હસીન અને શમીની મુલાકાત ઈંડિયન પ્રીમિયર લીગની એક મેચ દરમિયાન થઈ હતી.
હસીન જહાં કલકત્તાની એક મુસ્લિમ પરિવારમાં જન્મી છે. તેમના પિતા મોહમ્મદ હસન એક સફળ વ્યવસાયી છે. જેમનો ટ્રાંસપોર્ટનો બિઝનેસ છે. તેમની માતા એક હાઉસવાઈફ છે. 2014માં લગ્ન પહેલા શમી અને હસીન જહાં 2 વર્ષ સુધી એક બીજાને ડેટ કરતા રહ્યા અને આ દરમિયાન હસીન જહાંએ શમીની બધી મેચ દર્શકના રૂપમાં જોઈએ.
આગળના પેજ પર મળો રહાણેની પત્ની રાધિકાને...
રાધિકા ઘોપાવકર (અજિંક્ય રહાણેની પત્ની) : ભારતીય બેટ્સમેન અજિંક્ય રહાણે અને રાઘિકા ઘોપાવકરના લગ્ન અરેંજ મેરેજ હતા. રાઘિકા ઘોપાવકરના પિતા નંદકુમાર ઘોપાવકર મર્ચંટ નેવીમાં કામ કરી ચુક્યા છે અને વર્તમાનમાં આતિથ્ય હોસ્પિટેલિટી પ્રાઈવેટ લિમિટેડમાં કામ કરી રહ્યા છે. તેની માતા અનુજા ઘોપાવકર આતિથ્ય હોસ્પટેલિટી પ્રાઈવેટ લિમિટેડમાં કાર્યકારી નિર્દેશક છે. આતિથ્ય હૉસ્પિટેલિટી પ્રાઈવેત લિમિટેડ રાઘિકાનો પારિવારિક બિઝનેસ છે. તે મુંબઈના મુલુંડ વિસ્તારની છે.
રાઘિકા કેલકર એજુકેશન ટ્રસ્ટના વિનાયક ગણેણ વૈજ કોલેજથી સ્નાનત છે. રાઘિકા અને અજિંક્ય રહાણે એકબીજાને ખૂબ લાંબા સમયથી જાણે છે અને બાળપણના મિત્ર છે. 26 સપ્ટેમ્બર 2014ના રોજ અજિંક્ય અને રાઘિકાના લગ્ન મુંબઈમાં થયા.
આગળના પેજ પર મળો શિખર ઘવનની પત્નીને..
આયશા મુખર્જી (શિખર ઘવનની પત્ની): ભારતના સફળ ક્રિકેટરમાં સામેલ થનારા શિખર ધવન સાથે આયેશા મુખર્જીના સાથે 30 ઓક્ટોબર 2012ના રોજ સિખ વિધિ મુજબ દક્ષિણી દિલ્હીના વસંત કુંજના એક ગુરૂદ્વારામાં લગ્ન થયા હતા. 38 વર્ષીય ઓસ્ટ્રેલિયન આયેશા એંગ્લો-ઈંડિયન છે. પણ બંગાલી પિતાની સંતાન હોવાને કારણે બંગાળી ભાષામાં નિપુણ છે.
આયશાના શાળાનો અને કોલેજનો અભ્યાસ ઓસ્ટ્રેલિયામાં થયો છે અને તેની પાસે સ્નાતકની ડિગ્રી છે. ટૈટૂની ખાસ શોખીન આયેશા રમતમાં રસ ધરાવે છે અને અનેક મેચોમાં રાષ્ટ્રય સ્તર પર મુક્કેબાજી કરે છે. આયેશાના શિખર ધવન સાથે બીજા લગ્ન છે. આ પહેલા તે ઓસ્ટ્રેલિયાના એક વ્યવસાયીની પત્ની રહી ચુકી છે અને આ લગ્નથી તેને બે પુત્રીઓ પણ છે. આયેશા અને શિખર ઘવન એકબીજાને જાણવાની શરૂઆત ફેસબુક માઘ્યમથી થઈ હતી.
આગળના પેજ પર અશ્વિનની પત્ની...
પ્રીતિ નારાયણ (આર અશ્વિનની પત્ની) : ભારતીય બોલર આર. અશ્વિનની પત્ની પ્રીતિ નારાયણ દક્ષિણ ભારતીય છે જેમનો જન્મ ચેન્નઈમાં થયો હતો. આર. અશ્વિન અને પ્રીતિએ ચેન્નઈના પદ્મા શેશાદ્રી બાળ ભવન વિદ્યાલયમાંથી શિક્ષા મેળવી છે અને બંને બાળપણથી એક બીજાને જાણે છે. તેમના પરિવારો વચ્ચે ઘનિષ્ટ સંબંધ રહ્યા છે.
પ્રીતિ ચેન્નઈના એસ એન કોલેજથી એંજિનિયરિંગમાં સ્નાતક છે. આર. અશ્વિન પણ આ કોલેજથી ઈંફરમેશન ટેક્નોલોજીથી સ્નાતક છે અને કોલેજના દિવસોથી જ આર અશ્વિન અને પ્રીતિ એકબીજાને ડેટ કરતા હતા. 13 નવેમ્બર 2011ના રોજ દક્ષિણ ભારતીય પરંપરા મુજબ બંનેના લગ્ન થયા.