Last Modified: શુક્રવાર, 22 ફેબ્રુઆરી 2008 (11:29 IST)
સુરતમાં વર્લ્ડ યોગ કોમ્પિટિશનનો પ્રારંભ
વિદેશી યોગ અભ્યાસુઓ માટે આકર્ષણનું કેન્દ્ર
W.D
W.D
સુરત (વેબદુનિયા) યોગ સ્પર્ધામાં ભાગ લેવા માટે દેશની 15 સહિત વિદેશી ટીમોનું સુરત શહેરમાં આગમન થયું છે. સમાજને પ્રાણાયામ તથા યોગાસન અંગે માહિતગાર કરવા માટે તથા હાલમાં દુનિયાભરના લોકો જે "યોગ" પાછળ પાગલ બન્યા છે. તે "યોગ"ની ભારતી યોગભ્યાસુઓ તથા વિદેશી યોગભ્યાસુઓ વરચે સ્પર્ધા કરવા માટે સુરત શહેરના આંગણે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આજથી શુક્રવારે વર્લ્ડ યોગ કોમ્પિટિશનનો પ્રારંભ થયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ વર્લ્ડ યોગ ફેડરેશન ઓફ યોગ એન્ડ કલ્ચર તથા લાઇફ મિશન સંસ્થાના સંયુકત ઉપક્રમે સુરત શહેરમાં ઇન્ડોર સ્ટેડીયમ આતે યોજાઇ રહેલ વર્લ્ડ યોગ કોમ્પિટિશનમાં ભારતના પંદર રાજયો ઉપરાંત તાઇવાન, યુગોસ્લોવેકિયા, અમેરિકા તથા ઇંગ્લેડના પણ યોગાભ્યાસુઓ ભાગ લેવા માટે ગઇકાલે મોડી સાંજે સુરત આવી પહોચ્યા હતા. જે દેશમાંથી આ યોગાનો જન્મ થયો હતો તે જ દેશમાં યોજાઇ રહેલી યોગની સ્પર્ધામાં ભાગ લેવા માટે આવવાથી આ વિદેશી ખેલાડીઓ રોમાંચીત થઇ ગયા હતા. અને ખૂબ જ તાલાવેલી સાથે આજની સવારની રાહ જોઇ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
આજે શુક્રવાર સવારે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કોમ્પિટિશનનું ઉદ્ઘાટન ગુજરાતના ગવર્નર નવલકિશોર શર્માના હસ્તે કરાવવામાં આવશે. શહેરમાં યોગની વિશ્વ કક્ષાની સ્પર્ધા યોજાઇ રહી હોવાની શહેરીજનોને જાણ થાય તે માટે આજે શહેરમાં પાચ જુદુ જુદા ઝોનમાંથી શાળાના બાળકો દ્વારા પતંજલી યોગ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે રેલી ગઇકાલે સફળતાપૂર્વક સંપન્ન થઇ હતી. સ્પર્ધા અંગે માહિતી આપતાં વિશ્વ પ્રસિઘ્ધ એવી ગુજરાતની લકુલેશ યોગ વિધાલયના સંચાલક રમુભા જાડેજાએ જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં " યોગ મિસ્ટર વર્લ્ડ" તથા "યોગ મિસ વર્લ્ડ"ની પણ જાહેરાત થનાર હોઇ ખેલાડીઓમાં તેનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત શહેરીજનો માટે ખાસ કરીનો વિદેશી યોગાભ્યાસુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.