શુક્રવાર, 20 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. યોગ
  4. »
  5. યોગાસન
Written By વેબ દુનિયા|

વિપરીત નૌકાસન

નૌકાસનને પીઠના બળે ઉંઘીને કરવામાં આવે છે, જ્યારે કે વિપરીત નૌકાસનને પેટના બળે. જેમાં શરીરની આકૃતિ નૌકા જેવી દેખાય છે જેના કારણે તેને વિપરીત નૌકાસન કહે છે.

વિધિ : આ આસન પણ પેટના બળે ઉંઘીને કરવામાં આવે છે. પેટના બળે ઉંઘીને બંને હાથોને મેળવીને સામે ફેલાવો. પગ પણ પાછળ ભેગા કરો અને સીધા રહો. પંજાને પાછળની તરફ ખેંચાયેલા રહે.

શ્વાસ અંદર ભરીને બંને તરફથી શરીરને ઉપર ઉઠાવો. પગ, છાતી, માથા અને હાથ ભૂમિથી ઉપર ઉઠેલુ હોવુ જોઈએ. આ પ્રકારે 4-5 વાર આવૃતિ કરો.

W.D
સાવધાની : જે લોકોને મેરુદંડનો કોઈ ગંભીર રોગ હોય તેમણે આ આસન ન કરવુ જોઈએ. સ્ત્રીઓએ આ આસન ન કરવુ.

લાભ : નાભિ પ્રદેશને શક્તિ પ્રદાન કરે છે. મેરુદંડને શક્તિ પ્રદાન કરે છે. ગેસ કાઢે છે. યૌન રોગ અને દુર્બળતા દૂર કરે છે.