ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. યોગ
  4. »
  5. યોગાસન
Written By વેબ દુનિયા|

શલભાસન

શલભ એક કિટને કહે છે અને શલભ ટીંડાને પણ. આ આસનમાં શરીરની આકૃતિ કાંઈક આવા જ પ્રકારની થઈ જાય છે તેથી તેને શલભાસન કહે છે.

વિધિ : આ આસનની ગણતરી પણ પેટના બળે ઉંઘીને કરવામાં આવેલા આસનોમાં કરવામાં આવે છે.

પેટના બળે ઉંઘીને સૌથી પહેલા દાઢીને જમીન પર ટેકવો. પછી બંને હાથને જાંધ નીચે દબાવો. હવે શ્વાઅસ અંદર લઈને બંને પગને એક બીજા સાથે અડાડીને સમાનાંતરે ક્રમમાં ઉપર ઉઠાવો. પગને વધુ ઉપર ઉઠાવવા માટે હાથોની હથેળીઓથી જાંધને દબાવો.

પાછા ફરવા માટે ધીરે ધીરે પગને જમીન પર લઈ આવો. પછી હાથોને જાંધની નીચેથી કાઢતા મકરાસનની સ્થિતિમાં ઉંધી જાવ.

W.D
સાવધાની : ઘૂંટણથી પગ વળવા ન જોઈએ. દાઢી જમીન પર ટકી રહે. 10 થી 30 સેકંડ સુધી આ સ્થિતિમાં રહો. જેમણે મેરુદંડ, પગ કે જાંધમાં કોઈ ગંભીર સમસ્યા હોય તો તે યોગ ચિકિત્સકની સલાહ લઈન જ આસન કરે.

ફાયદા : મેરુદંડની નીચેવાળા ભાગમાં થનારા બધા રોગને દૂર કરે છે. કમરનો દુ:ખાવો અને સિયાટિક દુ:ખાવા માટે વિશેષ ફાયદાકારક છે.