માથાના બળે કરવામાં આવતુ હોવાથી આને શીર્ષાસન કહે છે.
વિધિ - બંને ઘૂંટણ જમીન પર ટકાવતા હાથોની કોણીઓ જમીન પર મૂકો. પછી હાથોની આંગળીઓને પરસ્પર મેળવીને ગ્રિપ બનાવો, ત્યારે માથાને ગ્રિપ બનેલી હથેળીઓની પાસે જમીન પર ટેકવી દો. જેનાથી માથાને ટેકો મળશે.
પછી ઘૂંટણને જમીનથી ઉપર ઉઠાવીને પગને લાંબા કરી દો. પછી ધીરે ધીરે પંજા ટકાવી બંને પંજાને બળ ચઢાવતા શરીરની પાસે અર્થાત માથાની નજીક લાવવામાં આવે છે અને પછી બંને પગને ઘૂંટણથી વાળતા તેમને ધીરે ધીરે ઉપર ઉઠાવીને સીધુ કરવામાં આવે છે અને પૂર્ણ રૂપથી માથાને બળે શરીરને ટેકવવામાં આવે છે.
થોડી વાર આ જ અવસ્થામાં રહ્યા પછી ફરી એ જ અવસ્થામાં આવવા માટે પહેલા ઘૂંટણને વાળતા ધીરે ધીરે ઘૂંટણને પેટની તરફ લાવતા પંજાઓને જમીન પર મૂકવામાં આવે છે. પછી માથાને જમીન પર ટકાવી થોડીવાર આ સ્થિતિમાં રહ્યા પછી માથાને જમીન પરથી ઉઠાવતા વજ્રાસનમાં બેસીને પૂર્વ સ્થિતિમાં આવી જાવ.
સાવધાની : શરૂઆતમાં આ આસન દિવાલનો ટેકો લઈને જ કરવુ જોઈએ અને એ પણ યોગાચાર્યની દેખરેખમાં. માથાને જમીન પર ટેકવતી વખતે ધ્યાન રાખો કે સારી રીતે માથાનો આ ભાગ જ ટેકવ્યો છે, જેથી ગરદન અને કરોડરજ્જુ સીધા રહે. પગને એકદમ ઝટકાથી ઉપર ન ઉઠાવતા. અભ્યાસ કરવાથી તે એમની જાતે જ ઉપર ઉઠવા માંડે છે.
ફરી સામાન્ય સ્થિતિમાં આવવા માટે ઝટકાથી પગને જમીન પર ન મૂકો અને માથાને એકદમ ઉપર ન ઉઠાવો. પગને વારાફરતી જમીન પર મૂકો પછી માથાને હાથના પંજાની વચ્ચે થોડીવાર સુધી મૂકી રાખ્યા પછી જ વજ્રાસનમાં આવો.
W.D
જેમણે માથુ, મેરુદંડ, પેટ વગેરેમાં કોઈ ફરિયાદ હોય તો આ આસન બિલકુલ ન કરો.
લાભ : આનાથી પાચનતંત્રને લાભ મળે છે. આનાથી મગજનો રક્ત સંચાર વધે છે, જેથી સ્મરણ શક્તિ મજબૂત થાય છે. હિસ્ટીરિયા અને અંડકોષ વૃધ્ધિ, હર્નિયા, કબજિયાત વગેરે રોગો દૂર થાય છે. સમય પહેલા વાળ ખરવા અને સફેદ થવાની સમસ્યાને દૂર કરે છે.