સુપ્તનો અર્થ થાય છે સૂતેલો અર્થાત વજ્રાસનની સ્થિતિમાં ચિત્ત થયેલો. આ આસનમાં પીઠના બળે સૂવુ પડે છે, આથી આ આસનને સુપ્તવજ્રાસન કહે છે.
વિધિ - બંને પગને સામે ફેલાવીને બેસી જાય છે, બંને પગ ભેગા મળેલા, હાથ બગલમાં, કમર સીધી અને દ્રષ્ટિ સામે. હવે વજ્રાસનની સ્થિતિમાં બેસી જાય છે, વજ્રાસનમાં બેસ્યા પછી બંને પગમાં પાછળ એટલુ અંતર રાખે છે કે નિતંબ જમીનથી અડેલા રહે તથા ઘીરે ધીરે કોણીનો સહારો લઈને જમીન પર સૂઈ જાય છે.
જમણા હાથને પાછળ લઈ જવામાં આવે છે અને ડાબા ખભાની નીચે મૂકે છે અને ડાબા હાથને પાછળ લઈ જઈને જમણા ખભા નીચે મુકવામાં આવે છે. આ અવસ્થામાં બંને હાથોની પરિસ્થિતિ કાતર જેવી થઈ જાય છે. ત્યારબાદ આની વચ્ચે માથુ મુકે છે.
ફરી પહેલા જેવી અવસ્થામાં આવવા માટે હાથને જાંઘની બગલમાં મુકવામાં આવે છે અને બંને કોણીની મદદથી ઉઠીને બેસી જાય છે.
W.D
સાવધાની - જેમને પેટમાં ગેસ, વિકાર, કમરનો દુ:ખાવો જેવી તકલીફો હોય તેમણે આ આસન ન કરવુ. આ આસન જમ્યા પછી તરત પણ ન કરવુ.
નિતંબ મળ્યા પછી જ જમીન પર આડા પડો. સૂતી વખતે જેટલી સહેલાઈથી સૂઈ શકો તેટલા સૂવો. શરૂઆતમાં ઘૂંટણ મળતા રાખવામાં કઠણ હોય તો જુદા જુદા મુકી શકો છો, ઘીરે અભ્યાસ કરવાથે પગને મળતા રાખવાનો પ્રયત્ન કરો. જમીન પર સૂતી વખતે ઘુંટણ ઉપર નહી ઉઠવા જોઈએ, તેને સંપૂર્ણ રીતે જમીન પર ટેકવી રાખો.
લાભ - આ આસન ઘૂંટણ, વક્ષસ્થળ અને મેરુદંડના માટે લાભકારક છે. ઉપરોક્ત આસનથી ઉદરમાં ખેંચ થાય છે. જેને કારણે ઉદર સંબંધી નાડિયોમાં લોહી વહીને તેને સશક્ત બનાવે છે. આમાં ઉદર સંબંધી બધા પ્રકારના રોગોને ફાયદો થાય છે.