પશ્ચિમોત્તાનાસન કેવી રીતે કરવુ જાણો ફાયદા
પશ્ચિમોત્તાનાસન (Seated Forward Bend)
પશ્ચિમ અર્થાત પાછળનો ભાગ - પીઠમાં ખેંચાણ થાય છે તેથી આને પશ્ચિમોત્તનાસન કહે છે. આ આસનથી શરીરની બધી માંસપેશિયો પર ખેંચ પડે છે.
વિધિ : બંને પગ સામે ફેલાવીને બેસી જાવ.
એડી પંજો પરસ્પર મેળવીને રાખો. બંને હાથ બગલમાં અડાડીને, કમર સીધી અને આંખો સામે રાખો.
હવે બંને હાથને બગલથી ઉપર ઉઠાવતા કાનને અડીને ઉપર ખેંચો. આ સ્થિતિમાં બંને હાથની વચ્ચે માથુ હોય છે.
હવે સામેની તરફ જોતા કમરથી ધીરે ધીરે રેચક કરતા નમતા જાય છે, હવે પોતાના બંને હાથથી પગના અંગૂઠાને પકડીને રાખે છે, અને કપાળને ઘૂંટણથી અડાડે છે. શક્તિમુજબ કુંભકમાં રોકાયા પછી માથાને ઉઠાવીને પૂરક કરતા પૂર્વ સ્થિતિમાં આવી જાય છે.
સાવધાની - આ આસનમાં ન તો એકદમ ઝટકાથી કમરને નમાવો કે ન ઉઠાવો. કપાળને બળજબરીથી ઘૂંટણ સાથે ટેકવવાનો પ્રયાસ ન કરો. શરૂઆતમાં આસન અડધી મિનિટથી એક મિનિટ સુધી કરો અભ્યાસ વધતા 15 મિનિટ સુધી કરો. કમર કે કરોડરજ્જુની ગંભીર સમસ્યા હોય તો યોગ ચિકિત્સકની સલાહ લઈને જ આ આસન કરો.
લાભ - આમા ઉદર, છાતી અને મેરુદંડને ઉત્તમ વ્યાયામ મળે છે. આ આસનના અભ્યાસથી મંદાગ્નિ, મલાવરોધ, અજીર્ણ, ઉદર રોગ, કૃમિ વિકાર,સર્દી, ખાંસી, વાત વિકાર, કમરનો દુ:ખાવો, મધુમેહ વગેરે રોગ દૂર થાય છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. કફ અને ચરબીનો નાશ થાય છે. પેટ પાતળુ થાય છે.