શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ / પિતૃ પક્ષ
Written By
Last Updated : બુધવાર, 18 સપ્ટેમ્બર 2024 (12:19 IST)

Shraddh vidhi- જાણો કેવી રીતે કરવી શ્રાદ્ધમાં તર્પણ વિધિ

shraddh vidhi- હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનુ ખૂબ જ મહત્વ છે. પિતૃ પક્ષ ભાદરવા મહિનાની પૂનમથી શરૂ થાય છે. પિતૃ પક્ષ 16 દિવસ સુધી રહે છે. પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો માટે પિંડદાન કરવામાં આવે છે. અને પિતરોની આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે
 
શ્રાદ્ધની વિધિ
ઘરની દક્ષિણ દિશામાં દક્ષિણમુખી થઈને સફેદ કપડા પથારી પિતૃ યંત્ર અને પિતૃઓના ચિત્ર સ્થાપિત કરવું. જનેઉ જમણા ખભાથી લઈને ડાબા તરફ કરવું. પિતૃને નિમિત્ત સરસવનો તેલનો દીપક કરવું. લાલ-પીળા મિશ્રિત ફૂલ અર્પિત કરવું. સુગંધિત ધૂપ અર્પિત કરવું. લાલ ચંદન અર્પિત કરવું. તેલની પૂડી અને બેસનનો હલવાનો ભોગ લગાડો. ત્યારબાદ વિષ્ણુઅના મત્સ્ય અવતારનો સ્મરણ કરતા તુલસી પત્ર ચઢાવો. પિતૃ નિમિત્ત આ મંત્રનો જાપ કરવું. તેના શ્રાદ્ધમાં ચઢેલા ભોગમાંથી પહેલો ગાય, કાળા કૂતરા અને કાગડા માટે ગ્રાસ જુદો કાઢી તેને ખવડાવો. ત્યારબાદ બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા આપો.
 
શ્રાદ્ધમાં તિથિનુ મહત્વ 
જ્યારે પિતૃ પક્ષની શરૂઆત થાય છે તો તેના દરેક દિવસની એક તિથિ હોય છે. જેવી કે આ વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ દ્વિતીયા શ્રાદ્ધ છે એટલે કે પિતૃ પક્ષમાં શ્રાદ્ધની દ્વિતિયા તિથિ છે. જે લોકોના પિતરોના નિધન કોઈપણ મહિનાની દ્વિતિયા તિથિના રોજ થયુ હોય તે લોકો પોતાના પિતરોનુ શ્રાદ્ધ કર્મ પિતૃ પક્ષની દ્વિતીયા શ્રાદ્ધમાં કરે છે. આ જ રીતે જેમના પૂર્વજનુ નિધન કોઈપણ મહિના અને પક્ષની નવમી તિથિના રોજ થયુ હશે તો તેમના પિતૃ પક્ષની નવમી શ્રાદ્ધના રોજ તેમના તર્પણ, પિંડદાન વગેરે કરશે. હવે તમે પિતૃ પક્ષમાં તિથિના મહત્વને સમજી ગયા હશો.