સોમવાર, 25 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2010
Written By વેબ દુનિયા|

ગુરૂ પુષ્યામૃતનો મહાયોગ 25 તારીખે

N.D
25 માર્ચ 2010ના રોજ ગુરૂ પુષ્યામૃતનો મહાયોગ આવી રહ્યો છે. સાત દસકા પછી ચૈત્ર દશેરા પર આ મહાયોગ વિવિધ વસ્તુઓની ખરીદી માટે શુભ અને પ્રગતિ સૂચક બતાવવામાં આવ્યો છે.

જ્યોતિર્વિદ પં ગોચર શર્માએ અહી માહિતી આપતા કહ્યુ કે 30 માર્ચ 1939ના રોજ ચૈત્ર દશેરાના દિવસે મહાયોગની તક આવી હતી. 71 વર્ષ પછી મહાયોગની તક 25 માર્ચ 2010, ગુરૂવારના રોજ આવશે. આમ તો ગુરૂ પુષ્યનો યોગ આવતો જ રહે છે. આ વખતે ચૈત્રી દશેરાના રોજ ગુરૂ પુષ્યામૃત મહાયોગ છે.

N.D
પં શર્માએ જણાવ્યુ કે ગુરૂવારે પૂર્ણાતિથિ પંચમી, દશેરા અને પૂનમ હોય છે, ત્યારે સિધ્ધિ યોગ હોય છે. આ યોગ સમસ્ત કાર્યો માટે સિધ્ધિદાયક હોય છે. ગુરૂ પુષ્યામૃત યોગ સવારે 10.41 પછી દિવસભર રહેશે. જેમા પણ સવારે 11.5 વાગ્યાથી બપોરે 3.39 વાગ્યે સુધી ક્રમશ: ચર, લાભ અને અમૃતનુ ચોઘડિયુ રહેશે. ત્યારબાદ સાંજે 5.11 વાગ્યાથી રાત્રે 9.39 સુધી શુભ, અમૃત અને ચલનુ ચોઘડિયુ રહેશે.

આ વિશેષ દિવસના ખાસ મૂહૂર્તમાં સોનુ, શેર, જમીન, મકાન, વાહન, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, વાસણો, પુખરાજ સહિત અન્ય નંગ અને વસ્ત્રો ખરીદવા શુભ અને પ્રગતિકારક રહે છે. પંડિત શર્માએ જણાવ્યુ કે ગુરૂ પુષ્યામૃતની તક હવે 27 વર્ષ પછી 26 માર્ચ 2037ના રોજ આવશે.