બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 જાન્યુઆરી 2019 (14:02 IST)

અમદાવાદમાં દુબઇ જેવો શૉપિંગ ફેસ્ટિવલ, શૉપિંગ કરીને જીતો 11 કરોડનો જેકપોટ!

દુબઇમાં બનેલી ઇમારતો અને શૉપિંગ કોમ્પ્લેક્સ હંમેશાથી ભારતીયોનું દિલ જીતતા આવ્યાં છે. પરંતુ ડો તમે પઁણ દુબઇ જેવા શૉપિંગ મૉલમાં ખરીદી કરવા ઇચ્છતાં હોય અને કરોડોનું ઇનામ જીતવા માંગતા હોય તો આજથી અમદાવાદના મહાબજારમાં તમારુ સ્વાગત છે. અમદાવાદમાં શરૂ થવા જઇ રહેલા આ મહાબજારનું ઉદ્દઘાટન પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે થશે. આ ફેસ્ટિવલની ખાસ વાત એ છે કે અહીં દરેક મિનિટે લકી ડ્રૉ થશે અને કુલ 11 કરોડ રૂપિયાના ઇનામ આપવામાં આવશે. 
12 દિવસ સુધી ચાલનારા આ શૉપિંગ ફેસ્ટિવલમાં તમે 24 કલાક શૉપિંગ કરવાની મજા લઇ શકો છો. આ શૉપિંગ કોમ્પ્લેક્સમાં હોટલ, ક્લબ, જિમ, સ્પા અને સ્ટ્રીટ ફૂડથી લઇને રેસ્ટોરન્ટમાં જમવાની મજા લઇ શકાશે. આ ફેસ્ટિવલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે અમદાવાદ આવેલા દેશી અને વિદેશી પર્યટકો માટે આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ મહાબજારમાં શોપિંગ કરનારા ગ્રાહકોને અનેક ઑફર્સ આપવામાં આવી રહી છે. આ ફેસ્ટિવલમાં આવનારા બ્રાન્ડ્સ લોકોને 10થૂ 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની તૈયારીમાં છે.
ફેસ્ટિવલમાં 2700 કપડાની દુકાનો છે. સાથે જ ઇલેક્ટ્રેનિક સામાનની 600, ખાણી-પીણીની 600 અને 110 હોટલ બનાવવામાં આવી છે. અહીં જ્વેલરીની 300 તથા ફર્નિચરની 100 દુકાનો પણ છે. શૉપિંગ ફેસ્ટિવલમાં લગભગ 15 હજારથી વધારે વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ ફેસ્ટિવલ ફક્ત દુકાનોનાં કારણે નહીં, પરંતુ ડિસ્કાઉન્ટનાં કારણે લોકોનું આકર્ષણ બન્યો છે. આ ફેસ્ટિવલની શરૂઆત 17 જાન્યુઆરીનાં રોજ અમદાવાદમાં થશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આની શરૂઆત કરશે. આ ફેસ્ટિવલ 12 દિવસ સુધી ચાલશે અને આમાં લોકો શૉપિંગની સાથે હૉટલ, ક્લબ, જીમ, સ્પા વગેરેનો પણ લાભ લઇ શકશે. 
રૂપાણી સરકાર દ્વારા વાઇબ્રન્ટની સાથે સાથે નાના વેપારીઓને પણ ફાયદો થાય તેવો મુખ્ય હેતું છે. આ ફેસ્ટિવલ 18 જાન્યુઆરીએ વાઇબ્રેંટ ગુજરાતમાં આવનારા મહેમાનોને પણ આકર્ષિત કરશે. આ શૉપિંગ ફેસ્ટિવલમાં જે પણ સામાન વેચવા માટે રાખવામાં આવ્યો છે, તેમાં રાજ્યનાં છેવાડાનાં લોકો દ્વારા હસ્તશિલ્પ અને કારીગરી દ્વારા તૈયાર કરાયેલો સામાન પણ છે. શૉપિંગ ફેસ્ટનું આયોજન વાઇબ્રન્ટ ગુજરાત સમિટને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલનું સૌથી મોટુ આકર્ષણ એ ગિફટો અને ઇનામો છે. જેને પગલે મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડે તેવી પૂરી સંભાવના છે. 
આ ફેસ્ટિવલમાં ગ્રાહકોને આકર્ષવા માટે કરોડો રૂપિયાનાં ઇનામો પણ આપવામાં આવશે. આ ફેસ્ટિવલમાં ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને 500થી વધારે ખરીદી કરનાર ગ્રાહકને ઇનામ પણ આપવામાં આવશે. ગ્રાહકો માટે દર મિનિટે લકી ડ્રો નીકળશે અને કુલ 10 કરોડ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું છે. અહીં ગારમેન્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ, ફર્નીચર, જ્વેલરીની અનેક દુકાનો હશે. તો આજે જ આ સૌથી મોટા ફેસ્ટિવલમાં ખરીદી કરવાનું આયોજન કરી લો. જેમાં 10 કરોડ સુધીના ઇનામો રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં પ્રથમવાર આ પ્રકારનું આયોજન રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદેશ્ય એ નાના વેપારીઓને લાભ કરાવવાનો છે