સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. વાવાઝોડું બિપરજોય
Written By
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 15 જૂન 2023 (12:57 IST)

Biparjoy Cycloneને લઈ પોલીસની જાહેરાત, અમદાવાદમાં વરસાદ પડશે તો અંડરબ્રિજ બંધ કરાશે

Police announcement regarding Biparjoy Cyclone,
Police announcement regarding Biparjoy Cyclone,
શહેરમાં વાવાઝોડાને કારણે હોર્ડિંગ પડે અથવા અન્ય કોઈ મુશ્કેલી સર્જાય તે સમયે કોર્પોરેશનની સાથે મળીને પોલીસ કામ કરશે
 
આજે ગુજરાતના માથે વાવાઝોડાની ઘાત છે. બિપરજોય વાવાઝોડુ પ્રચંડ બનીને દરિયાકાંઠે ટકરાઈ રહ્યું છે. વાવાઝોડાને લઈને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત ગાંધીનગર, મહેસાણામાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડામાં પણ ભારે વરસાદની શક્યાતાઓ છે. આ ઉપરાંત પંચમહાલ,દાહોદ, છોટાઉદેપુરમાં પણ વરસાદ વરસવાની સંભાવના છે. અમદાવાદમાં 15 તારીખની સાંજ પછી વાવાઝોડાની અસર વર્તાશે. 
 
વોટ્સએપ મારફતે ફરિયાદ કરી શકાશે
વાવાઝોડાની આગાહીને લઈ અમદાવાદ મહાનગરપાલિકાએ એક કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે. કંટ્રોલ રૂમ દ્વારા સતત 24 કલાક વાવાઝોડાનું મોનિટરિંગ કરાઇ રહ્યું છે. કોઇ પણ વ્યક્તિ વાવાઝોડા અંગે 1055/303 પર ફરિયાદ નોંધાવી શકશે. તેમજ નાગરિકો 9978355303 નંબર પર વોટ્સએપ મારફતે પણ ફરિયાદ કરી શકશે. કન્ટ્રોલ રૂમમાં 24 કલાક કર્મચારીઓને કાર્યરત રાખવામાં આવશે. દરેક ઝોનલ કચેરીમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે. બીજી તરફ અમદાવાદ પોલીસે પણ વાવાઝોડાને લઇને આગોતરી તૈયારીઓ કરી દીધી છે. 
 
કોર્પોરેશનની સાથે મળીને પોલીસ કામ કરશે
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વરસાદની તીવ્રતા વધુ હોય તો અંડરપાસ પણ બંધ કરવાની તૈયારીઓ કરી લીધી છે. આ સમગ્ર બાબતે અમદાવાદ પોલીસ હાલ એક્શન પ્લાન બનાવ્યો છે અને વાવાઝોડામાં ખૂબ જ ઓછી તકલીફ શહેરીજનોને પડે અને બિનજરૂરી કોઈને પરેશાની ના થાય તે માટેની વ્યવસ્થા અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે. શહેર પોલીસ દ્વારા આજે બપોર બાદ ભારે વરસાદની આગાહીના પગલે જો વધુ વરસાદ પડે અને અંડરપાસમાં પાણી ભરાવવા લાગે તો અંડરપાસને બંધ કરી દેવામાં આવશે તેવી જાહેરાત કરી છે. શહેરમાં વાવાઝોડાને કારણે હોર્ડિંગ પડે અથવા અન્ય કોઈ મુશ્કેલી સર્જાય તે સમયે કોર્પોરેશનની સાથે મળીને અમદાવાદ શહેર પોલીસ ખાસ કામગીરી કરશે.  
 
ડાયવર્ઝનની પણ વ્યવસ્થા કરવામાં આવશે
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારના ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ આ અંગે જણાવ્યું છે કે ભારે વરસાદ અને પવનના કારણે જો અંડપાસમાં પાણી ભરાવવા લાગે તો તે માટે ડાયવર્ઝનની પણ વ્યવસ્થા કરવામાં આવશે અને આ વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ તેના કરી દેવામાં આવશે શહેરીજનોને કોઈ પણ મુશ્કેલી માટે 100 નંબરનો કોન્ટેક્ટ કરવો જેનાથી તેમની મદદ થઈ શકે.અંડરબ્રિજ પર ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત મુકાશે ડાયવર્ઝન આપવામાં આવશે પોલીસે મોન્સૂન પ્લાન બનાવ્યો છે. વધુ વરસાદ અને પવન હોય તો બિનજરૂરી ઓફીસ કે ઘર બહાર ન નીકળવું નુકસાનથી બચવા સલામત જગ્યાએ રહીને સમય પસાર કરે.