સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2020
Written By
Last Modified: બુધવાર, 7 ઑક્ટોબર 2020 (23:57 IST)

IPL 2020 KKR vs CSK Score: કોલકાતા નાઈટ રાઇડર્સે ચેન્નઈ સુપર કિંગ્સને 10 રને હરાવ્યુ

અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 ની 21 મી મેચમાં બુધવારે કોલકાતા નાઈટ રાઇડર્સે ચેન્નઈ સુપર કિંગ્સને 10 રને હરાવી દીધુ  જીતવા માટેના 168 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ચેન્નઈની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 157 રન જ બનાવી શકી હતી. ચેન્નઈ તરફથી તેના ઓપનર શેન વોટસને સૌથી મહત્વપૂર્ણ 40 બોલમાં 50 રનનું યોગદાન આપ્યું હતું. સાથે  જ સમયે, અંબાતી રાયડુ 30, રવિન્દ્ર જાડેજાએ અણનમ 21 અને સેમ કુરાન અને ફાફ ડુપ્લેસીએ અનુક્રમે 17-17 રન બનાવ્યા.
 
ટોસ જીતી પહેલા બેટિંગ કરતા કોલકાતાની ટીમે 20 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 167 રન બનાવ્યા છે. કોલકાતા તરફથી સૌથી વધુ રન ઓપનર બેટ્સમેન રાહુલ ત્રિપાઠીએ બનાવ્યા. તેણે શાનદાર અડધી સધી ફટકારી. રાહુલ, 51 બોલમાં 81 રન બનાવી આઉટ થયો. તેણે 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. રાહુલ સિવાય અન્ય કોઈ બેટ્સમેન મોટો સ્કોર નહીં કરી શક્યો. શુભમન ગિલ માત્ર 11 રન બનાવી આઉટ થયો. જ્યારે નીતીશ રાણા પણ 9 રન બનાવી શક્યો.
 
કોલકાતા દ્વારા આપવામાં આવેલ 168 રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાને ઉતરેલી ચેન્નાઈ સુપરકિંગ્સની શરૂઆત ધીમી રહી. જોકે, ઓપનર બેટ્સમેન શેન વોટસને અડધી સદી ફટકારી. પરંતુ તે 40 બોલમાં 50 રન બનાવી આઉટ થયો. તેણે 6 ચોગ્ગા અને 1 છગ્ગો ઇનિંગ દરમિયાન ફટકાર્યા. ત્યારે ફાફ ડુ પ્લેસીસે માત્ર 17 રન જ બનાવ્યા. જ્યારે અંબાતી રાયડુંએ 27 બોલમાં 30 રન બનાવ્યા અને આઉટ થયો. કેપ્ટન એમએસ ધોની આ વખતે પણ માત્ર 11 રનના નાના સ્કોર સાથે પેવેલિયન ભેગો થયો.