ગુરુવાર, 3 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2020
Written By
Last Modified: સોમવાર, 5 ઑક્ટોબર 2020 (12:47 IST)

IPL 2020: કિગ્સ XI પંજાબ વિરુદ્ધ CSK એ 10 વિકેટથી જીતી મેચ, સાક્ષીએ આપ્યુ આવુ રિએક્શન

મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે  આઈપીએલમાં સતત ત્રણ પરાજિત મેચમાંથી બહાર આવતા  કિંગ્સ ઇલેવન પંજાબ સામે 10 વિકેટથી એકતરફી જીત નોંધાવી. આ જીત સાથે સીએસકે  પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે પહોંચી ગઈ છે, જ્યારે પંજાબ ચોથી હારથી સૌથી નીચે આઠમાં આઠમા સ્થાન પર છે.  આ મેચમાં કેપ્ટન કેએલ રાહુલની અર્ધસદી અને નિકોલસ પુરાનની ધુઆધાર ઇનિંગ્સને કારણે પંજાબે 178 રનનો સારો બનાવ્યો હતો. પરંતુ ઓપનર શેન વોટસન અને ફાફ ડુ પ્લેસિસની જોરદાર ઇનિંગની મદદથી ચેન્નઈએ કોઈપણ  વિકેટ ગુમાવ્યા વગર જરૂરી રન બનાવીને મેચ 10 વિકેટથી જીતી લીધી. બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 181 રન જોડ્યા હતા. આ મેચમાં,  ચેન્નઈની 10 વિકેટની આ ખાસ જીત પર એમએસ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ પ્રતિક્રિયા આપી છે.
 
સાક્ષીએ તેની ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે જેમાં ફાફ ડુ પ્લેસિસ અને શેન વોટસન જોવા મળી રહ્યો છે. તેના કેપ્શનમાં તેમણે લખ્યું છે, 'ક્લાસ એક્ટ.'
 
વોટસને તેની 53 બોલની ઇનિંગમાં ત્રણ છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા હતા, જ્યારે ડુ પ્લેસિસે 53 બોલનો સામનો કર્યો હતો અને 11 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. વોટસન અને ડુ પ્લેસિસ વચ્ચેની આ ભાગીદારી ચેન્નઈ સુપર કિંગ્સની કોઈ પણ વિકેટની આ સૌથી મોટી ભાગીદારી છે. તેઓએ માઈકલ હસી અને મુરલી વિજયને પાછળ છોડી દીધા, જેમણે 2011 માં 159 રન ઉમેર્યા હતા.
 
આ મેચમાં શેન વોટસન 83 રનની ઇનિંગ સાથે ફોર્મમાં પાછો ફર્યો હતો. વોટસન છેલ્લી ચાર મેચોમાં સારી બેટિંગ કરી શક્યો ન હતો. નબળા ફોર્મના કારણે તેને ટીમમાંથી બહાર કરવાની માંગ પણ કરવામાં આવી હતી. જોકે, ધોનીએ તેના સિનિયર ખેલાડી પર વિશ્વાસ રાખ્યો હતો અને તેને આ મેચમાં પણ સ્થાન આપ્યું હતું. વોટસને પણ તેના કેપ્ટનનો આત્મવિશ્વાસ જાળવી રાખ્યો હતો અને મેચ જીતી ઇનિંગ્સ રમી હતી. પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે પહોંચેલા ચેન્નઈ સુપર કિંગ્સ હવે બુધવારે દિનેશ કાર્તિકની કોલકાતા નાઈટ રાઇડર્સ સામે તેની આગામી મેચ રમશે.