સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2020
Written By
Last Modified: સોમવાર, 28 સપ્ટેમ્બર 2020 (09:27 IST)

IPL 2020: શારજાહમાં સંજુ સેમસન-રાહુલ તેવતિયાની તોફાની બેટિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે રચ્યો ઈતિહાસ

રાહુલ તેવતીયાની એક ઓવરમાં પાંચ છગ્ગાની મદદથી રાજસ્થાન રોયલ્સએ રવિવારે અહીં મયંક અગ્રવાલની સદીથી મોટો સ્કોર બનાવનારી કિંગ્સ ઇલેવન પંજાબને ચાર વિકેટથી હરાવીને  ઈન્ડિયન પ્રીમિયર લીગનો સૌથી મોટુ લક્ષ્ય મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો.રોયલ્સ સામે 224 રનનો લક્ષ્યાંક હતો. રૉયલ્સે પહેલા કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ત્યારબાદ સંજુ સેમસન અને છેલ્લે રાહુલ તેવાતીયામાં શાનદાર ઇનિંગ્સના દમ પર 19.3 ઓવરમાં છ વિકેટે 226 રન બનાવીને આઈપીએલમાં મોટો મુકાબ મેળવ્યો છે. 
 
જોકે એક સમયે પંજાબ મેચ જીતી જશે, તેમ લાગતું હતું. રોયલ્સને 3 ઓવરમાં 51 રનની જરૂર હતી. રાહુલ તેવટિયા 23 બોલમાં 17 રને રમી રહ્યો હતો. તે સ્ટ્રાઇક પર હતો અને જીતનો કોઈ ચાન્સ નહોતો. તેણે શેલ્ડન કોટરેલે નાખેલી 18મી ઓવરમાં 5 સિક્સ મારીને મેચનું રૂપ બદલતા રાજસ્થાન જીત્યું. જીતના હીરો સંજુ સેમસન અને તેવટિયા રહ્યા. સંજુએ 42 બોલમાં 85 રન માર્યા. જ્યારે તેવટિયાએ 31 બોલમાં 53 રન બનાવ્યા.
 
તેવટિયાએ પહેલા 19 બોલમાં 8 રન બનાવ્યા, પછી 12 બોલમાં 45 રન કર્યા
રાહુલ તેવટિયાની શરૂઆત ધીમી રહી હતી. તેણે શરૂઆતના 19 બોલમાં માત્ર 8 રન બનાવ્યા હતા. તે પછી તેણે વાપસી કરતા આગામી 12 બોલમાં 45 રન ફટકાર્યા. જેમાં 7 સિક્સનો સમાવેશ થાય છે.
 
સંજુ સેમસને પોતાનું ફોર્મ જાળવી રાખતા 224 રનનો પીછો કરતા શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે 42 બોલમાં 4 ફોર અને 7 સિક્સની મદદથી 85 રન કર્યા હતા. સ્ટીવ સ્મિથ જિમી નીશમની બોલિંગમાં ડીપ કવર પર શમીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 27 બોલમાં 7 ફોર અને 2 સિક્સની મદદથી 50 રન કર્યા હતા
 
IPLમાં ભારતીય દ્વારા સૌથી ઝડપી સદી:
 
37 બોલ: યુસુફ પઠાણ v MI 2010
45 બોલ: મયંક અગ્રવાલ v RR 2020*
46 બોલ: મુરલી વિજય v RR 2010
47 બોલ: વિરાટ કોહલી v KXIP 2016