રવિવાર, 16 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , રવિવાર, 10 ફેબ્રુઆરી 2008 (18:20 IST)

કિડની કૌભાંડના સૂત્રધારને 22મી સુધી રિમાન્ડ

નવી દિલ્હી(ભાષા) કિડની કૌભાંડના મુખ્ય સૂત્રધાર ડો. અમીતકુમારને સીબીઆઈએ આજે દિલ્હીની અદાલત સમક્ષ રજુ કરી રિમાન્ડની માગણી કરતાં અદાલતે આરોપીને 22મી સુધી રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો હતો.

40 વર્ષીય ડો. અમીતકુમારને લોખંડી સુરક્ષા ઘેરા વચ્ચે મુખ્ય મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સંજીવ જૈનની અદાલતમાં રજુ કરવામાં આવ્યો હતો. કિડની પ્રત્યારોપણ કૌભાંડના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સંપર્કોની તપાસ બાકી છે અને તેથી ડો. અમીતકુમારની પુછતાછ કરવી જરૂરી હોઈ સીબીઆઈએ રિમાન્ડની માગણી કરી હતી. મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટે આરોપીને 22મી સુધી રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો હતો. ઉલલેખનીય છે કે, ગત 8મીએ ડો. અમીત નેપાળ પોલીસના સકંજામાં આવી ગયો હતો.