બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Updated : સોમવાર, 20 ઑગસ્ટ 2018 (17:55 IST)

રક્ષા બંધન પર કરો આ 7 જરૂરી કામ

રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે..આપ સૌ તેની તૈયારીમાં લાગ્યા છો તો મિત્રો રક્ષા બંધન પર 7 કામ જરૂર કરજો આવો જાણીએ તેના વિશે.. 
 
1 કંકુ - દરેક શુભ કામની શરૂઆત કંકુનુ તિલક લગાવીને કરવામાં આવે છે  આ પરંપરા ખૂબ જૂની છે અને આજે પણ તેનુ પાલન કરવામાં આવે છે.  બહેન તિલક લગાવીને પોતાના ભાઈ પ્રત્યે સન્માન પગટ કરે છે અને સાથે જ તેના  લાંબા આયુષ્યની પ્રાર્થના પણ  કરે છે. 
 
2. ચોખા - કંકુ લગાવ્યા પછી તેના  પર ચોખા પણ લગાવવામાં આવે છે. ચોખાને અક્ષત પણ કહેવાય છે અક્ષત એટલે કે જે અધૂરા ન હોય.. તિલક પર અક્ષત લગાવવાનો ઉદ્દેશ્ય એ છે કે ભાઈના જીવન પર તિલકની શુભ અસર હંમેશા કાયમ રહે
 
 
3. નારિયળ - નારિયળને શ્રીફળ કહેવામાં આવે છે. આ સુખ સમૃદ્ધિનુ પ્રતિક છે. બહેન ભાઈને નારિયળ આપીને પ્રાર્થના કરે છે કે ભાઈના જીવનમાં સુખ અને સમૃદ્ધિ કાયમ રહે. 
 
 
4. રક્ષાસૂત્ર - રક્ષા સૂત્ર બાંધવાથી ત્રિદોષ શાત થાય છે. ત્રિદોષ મતલબ વાત.. પિત્ત અને કફ .. . આપણા શરીરમાં કોઈપણ બીમારી આ ત્રિદોષને કારણે જ થાય છે. રક્ષા સૂત્ર બાંધવાથી આપણા શરીરમાં આ ત્રિદોષનું  સમતુલન જળવાય રહે છે. આ દોરો બાંધવાથી કાંડાની નસો પર દબાણ પડે છે જેને લીધે આ ત્રણેય દોષ નિયંત્રણમાં રહે છે. રક્ષા સૂત્રનો અર્થ છે. ..  એ સૂત્ર જે આપણા શરીરની રક્ષા કરે છે.  રાખડી બાંધવાનુ મનોવૈજ્ઞાનિક પક્ષ પણ છે. બહેન ભાઈને રાખડી બાંધીને જીવનભર પોતાની રક્ષા કરવાનુ વચન લે છે.  ભાઈને આ રક્ષા સૂત્ર હમેશા એ વાતની યાદ અપાવતુ રહે છે કે તેને બહેનની રક્ષા કરવાની છે. 
 
 
5. મીઠાઈ - રાખડી બાંધ્યા પછી બહેન પોતાના ભાઈનુ મોઢુ મીઠુ કરે છે મીઠાઈ ખવડાવવા પાછળનુ તાત્પર્ય એ છે કે બહેન અને ભાઈના સંબંધોમાં ક્યારેય કડવાશ ન આવે. મીઠાઈની જેમ જ આ સંબંધની મીઠાશ પણ કાયમ રહે. 
 
 
6. દીવો - રાખડી બાંધ્યા પછી બહેન દીવો પ્રગટાવીને ભાઈની આરતી પણ ઉતારે છે. આ સંબંધમાં માન્યતા છે કે આરતી ઉતારવાથી બધા પ્રકારની ખરાબ દ્રષ્ટિથી ભાઈની રક્ષા થાય છે. આરતી ઉતારીને બહેન એ કામના કરે છે કે ભાઈ હંમેશા સ્વસ્થ અને સુખી રહે. 
 
7 પાણીથી ભરેલો કળશ - રાખડીની થાળીમાં પાણીથી ભરેલો એક કળશ પણ મુકવામાં આવે છે. આ કુંભના જળને કુમકુમમાં મિક્સ કરીને તિલક લગાવવામાં આવે છે. એવી માન્યતા છે કે આ કળશમાં બધા પવિત્ર તીર્થ અને દેવી દેવતાઓનો વાસ હોય છે.   આ કળશના પ્રભાવથી ભાઈ અને બહેનના જીવનમાં સુખ અને સ્નેહ કાયમ રહે છે.