રાખડી બાંધતી વખતે જો આ મંત્રને બોલશો તો ભાઈનુ આયુષ્ય વધશે
બહેનાને ભાઈ કી કલાઈ સે પ્યાર બાંધા હૈ, પ્યાર કે દો તાર સે સંસાર બાંધા હૈ. ભઈયા મેરે રાખી કે બંધન કો નિભાના, ભૈયા મેરે છોટી બહેન કો ન ભુલાના. સુમન કલ્યાણપુરી અને લતા મંગેશકર દ્વારા ગાવામાં આવેલ રક્ષાબંધનનુ ગીત ભલે ખૂબ જુનુ ન હોય પણ ભાઈના હાથ પર રાખડી બાંધવાનો રિવાજ સદિયો જુનો છે. રાખડી બાંધતી વખતે જો બતાવેલ મંત્ર બોલવામાં આવે તો ભાઈનુ આયુષ્ય લાંબુ થાય છે.
રાખડીનુ મહત્વ
હિન્દુ શ્રાવણ મહિનાના પૂનમના દિવસે ઉજવવામાં આવનારો આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમનુ પ્રતિક છે.
- આ દિવસે બહેનો જ્યા ભાઈઓના હાથ પર રક્ષાનો તાર બાંધીને તેમના સુખ સમૃદ્ધિ અને દીર્ઘાયુની કામના કરે છે.
- રક્ષા બંધનનો તહેવાર દરેક ભાઈ-બહેન માટે ખાસ હોય છે.
- રાખડીનો આ કાચો દોરો ભાઈ બહેનના પ્રેમને મજબૂતી આપે છે.
-આ ખૂબ જ ખાસ દિવસે એક બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને બદલામાં ભાઈ જીવનભર પોતાની બહેનની રક્ષા કરવાનુ વચન આપે છે.
- રાખડીની આ ડોર જેટલી પવિત્ર હોય છે તેટલી જ તાકતવર પણ
- આ એક ડોરને કારણે ભરી સભામાં કૃષ્ણએ દ્રોપદીને લાજ બચાવી હતી.
- શાસ્ત્રો મુજબ રક્ષા બંધનનો તહેવાર મનાવવાની એક ખાસ વિધી અને તેની સાથે જોડાયેલ મંત્ર પણ છે જે દિવ્ય અને ચમત્કારી પણ છે.
આ છે રક્ષા બંધનનો રક્ષામંત્ર
રક્ષા બંધનના દિવસે સૌ પહેલા પૂજાની થાળીમાં રાખડી સજાવીને તમારા ઈષ્ટદેવ, ભગવાન ગણેશ, શિવ અને વિષ્ણુજીને રાખડી અર્પણ કરો અને આ ખાસ મંત્રનુ ઉચ્ચારણ કરો.
રક્ષા કરોતુ શુભહેતુરેશ્વરી, શુભ્યાનિ, ભદ્રાણિ ભી હન્તુ ચાપદ:
હવે રાખડીથી સજેલી એ થાળી લઈને ભાઈ સામે મુકો અને તિલક લગાવીને આ મંત્રનો ઉચ્ચારણ કરતા તેના હાથમાં રાખડી બાંધો.