શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 માર્ચ 2018 (14:50 IST)

સરકાર માત્ર આદેશો કરે છે, શાળા સંચાલકો બેફામ બન્યાં છે, વિદ્યાર્થીઓનું ભાવી અદ્ધરતાલ

ધો.10ની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે હોલ ટિકિટના મુદાને લઇ શાળા સંચાલકો અને સરકાર વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. જેમા વિદ્યાર્થીઓનો ખો નીકળી રહ્યો છે. રાજકોટમાં હુડકો નજીક આવેલી સોમનાથ શાળામાં એક વિદ્યાર્થિની પર સતત ફીનું ટોર્ચરિંગ થઇ રહ્યું હતું અને તેને હજુ રિસીપ્ટ નહીં મળતા વિદ્યાર્થિની ડિપ્રેશનમાં આવતા ચક્કર આવી ગયા હતા તેને સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવી છે. આ મુદ્દે એનએસયુઆઇના કાર્યકરો દોડી જઇ સ્કૂલને તાળાબંધી કરી હતી.

શાળા સંચાલકો મનમાની કરી રહ્યા છે, સરકારે કહ્યું છે કે, ફી મુદે કોઇની રિસીપ્ટ અટકવી ન જોઇએ છતાં સંચાલકો મનમાથી કરી રહ્યા છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે પણ એક જ જવાબ છે કે, ફરિયાદ મળે પગલા લેશું. હાલ સોમનાથ શાળાના સંચાલકો મનમાની કરી રહ્યા છે ત્યારે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. બે દિવસ પહેલા પણ પાઠક સ્કૂલ અને એક વાલીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા એનએસયુઆઇ દોડી ગયું હતું.શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આદેશ કર્યો છે કે, ફી બાકી હોય તો પણ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઇ હોલ ટિકિટ ફાળવી દેવી છતાં શાળા સંચાલકો પઠાણી ઉઘરાણી કરી યેન કેન પ્રકારે પરીક્ષા સમયે જ વાલી અને વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરી રહ્યાં છે.