શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Updated : ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (13:17 IST)

Capricorn-જાણો કેવા હોય છે મકર રાશિના લોકો

મકર - શારીરિક બાંધો
" મકર રાશિવાળા લોકોનો હાથ મોટો, ચોરસ અને રચનાત્મક હોય છે. લંબાઈ કરતા પહોળાઇ વધારે હોય છે. અંગુઠામાં લચક ન હોવાથી આગળ ઢળતો નથી. શુક્ર નુ ક્ષેત્ર મોટું હોય છે અને શનિનું ક્ષેત્ર પણ યોગ્ય વિકસિત હોય છે. મકર રાશિવાળાનો પ્રભાવ શરીરના સાંધા, હાંડકા, શ્રવણેદ્રિય તથા ધુંટણ વગેરે પર થાય છે. આથી આ રાશિના લોકો ને વાત શુળ આદિ રોગ થઇ શકે છે. આ રાશિવાળા લોકોની છાતી, ઇન્દ્રિય, હાથ અથવા ગળા પર તલનું નિશાન હોય છે."
 
મકર - વ્યવસાય
મકર રાશીવાળા વ્યક્તિ વકીલાત, ચામડાની વસ્તુનું નિર્માણ, અનાજનો વ્યવસાય, કોલસો તથા બરફના વ્યવસાયમાં સફળ થાય છે. આ રાશીવાળા લોકો સારા વક્તા હશે તો લેખક નહિ હોય અને લેખક હશે તો વક્તા નહિ. કોઇ વ્યકિતમાં આ બંને ગુણ હશે તો એનું પુરુ જીવન આ ધંધામાં સમાપ્ત થઇ જાય છે.
 
મકર - આર્થિક પક્ષ
મકર રાશીવાળા લોકો જાતમહેનત થી પોતોના ભાગ્યનું નિર્માણ કરે છે, અને પોતે મેળવેલ સંપત્તિનો નાશ નથી કરતાં. ઇચ્છાશક્તિ પ્રબળ હોવાથી તેઓ પોતોના ધ્યેયમાં સફળ થાય છે. જોકે આ લોકો અધિક પૈસાવાળા નથી હોતાં છતાં પરોપકારમાં ધન ખર્ચ કરવાને કારણે તેમનું સમાજમાં સ્થાન મોભાવાળુ હોય છે. તેમની પાસે ધન હોય કે ના હોય, પરંતુ ખર્ચ કરવાનું કામ કદી રોકાતું નથી. બીજાની મદદ કરવામાં હંમેશા આગળ રહે છે. કેટલીક વખત આર્થિક લાપરવાહી ના કારણે તેમને જીવનમાં દેવું અને આર્થિક સંધર્ષ ની સ્થિતિ નો સામનો કરવો પડે છે.
 
 મકર - ચરિત્રની વિશેષતા
ચરિત્રના પ્રારંભિક લક્ષણો - ફક્ત બાહ્ય સાંસારિક લક્ષણો ના પ્રતિ પુર્વાભિમુક્તા, હઠ્ઠી, સંકીર્ણ માનસિકતા, શુષ્ક સ્વભાવ, નિષ્ઠુર, ભયભીત, નિરાશાવાદી, બીજાના સહારે ઉન્નતિ કરવાની ઇચ્‍છા, વધારે પડતી માલિકીવાળુ, અનૈતિક સાધનો દ્વારા સફળતા મેળવવાની ઇચ્છા રાખવી, સત્તાની ભૂખ, પ્રતિષ્ઠા પ્રત્યે સજગ રહેવું, અત્યાધિક સતર્ક, કંજૂસ, ભાવનાત્મકરૂપથી નિરૂધ્ધ. ચરિત્ર કે ઉત્તરકાલીન લક્ષણ - અડગ, ધૈર્યવાન, આત્મકેન્દ્રિત, આગળની યોજના તૈયાર કરવી. સંગઠિત હોવુ, આત્મનિયંત્રિત હોવું, બીજા પ્રત્યે જવાબદાર હોવું, સમ્માનિત, નૈતિક, ઈમાનદાર, પ્રેમની સાથે શક્તિનો ઉપયોગ કરવો, વિશ્વાસ કરવા યોગ્ય, દૂરંદર્શિ, પોતાની તેમજ બીજાની જીંદગીની અનૂભુતિ હોવી. આત્માનુશાસિત હોવુ.
 
 મકર - આજીવિકા અને ભાગ્ય
મકર રાશીના લોકો પોતાનું દરેક કામ શાસ્‍ત્ર સમજીને કરે છે. તેઓ સારા કલાકાર, રાજનીતિજ્ઞ, લેખક, કાયદાના જાણકાર, સલાહકાર, વિજ્ઞાન અને કૃષિકાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. અન્‍ય વ્‍યવસાય જેવાકે, શિલ્‍પકાર, જન-સ્વાસ્થ્ય વિશેષજ્ઞ, વિધિ અધિકારી, સેરેમિક એંજીનીયર અને મજદૂર નેતા ના રૂપમાં પણ તેમને સારી સફળતા મળે છે. મકર રાશીવાળા કલાપ્રિય, ઉંચા આદર્શોવાળા, અને નેતૃત્વ શક્તિ ધરાવતા હોય છે. માટે તેઓ રાજનીતિ ના ક્ષેત્રમાં પોતાનો વિકાસ કરી એક સફળ નેતા બની શકે છે. સરકારી નોકરીઓ, સમાજસેવી સંસ્થાઓ તેમજ વ્યવસાયિક સંસ્થાનોના પદ પર પણ આ રાશીવાળા અધિક ઉપયુક્ત હોય છે. આ રાશીવાળા વ્યક્તિ જો કલાકાર હશે તો કોઇ નવી શોધ કરીને ગૌરવ પ્રાપ્ત કરી શકે છે. આ લોકોમા કોઇને કોઇ કલા જરુર હોય છે. આ રાશીમાં મંગળ નુ સ્થાન શુભ ફળ આપનારું હોય છે, અને શનિ પણ સારું ફળ આપનારો હોય છે.
 
મકર - ભાગ્યશાળી રંગ
મકર રાશીવાળાઓના માટે કાળો, આસમાની, ભૂરો રંગ ભાગ્યશાળી હોય છે. આ રંગ ના વસ્ત્રો પહેરવાથી માંનસિક શાંતિ રહે છે. ખિસ્સામાં હંમેશા કાળો અથવા આસમાની રંગનો રૂમાલ રાખવાથી લાભ થાય છે. પોતોના કપડાંમાં મુખ્યરૂપથી કાળા અને આસમાની રંગ ને કોઇ ને કોઇ રૂપમા અવશ્ય પસંદ કરવો જોઇએ.
 

 
મકર - પ્રેમ સંબંધ
મકર રાશીવાળા જાતકોની પ્રેમ ભાવના પ્રબળ હોય છે. આ લોકો ભુખ્યા-તરસ્યા રહી શકે છે, પણ પ્રેમ વગર રહી શકતા નથી. આ લોકો પ્રેમના ક્ષેત્રમાં પ્રેમીથી અધિક પ્રેમ ને મહત્વ આપી બેસે છે અને ભાવલોકમાં વિચરળ કરતા રહે છે. આ રાશીવાળા લોકોને કેટલાંક લોકો ઉદાસીન પ્રકૃતિના માને છે, પરંતુ પ્રેમ તથા સેક્સ તેમના માટે પર્યાપ્ત ગતિશીલ બનાવતી ચાવી સમાન છે. મકર રાશીવાળાને વિશ્વાસ ન મળે તો તે પ્રેમ થી વિમુખ પણ થઇ શકે છે. તે પ્રેમ ના અભાવમા કામુક ઉદ્દેશ્યહિન તથા જવાબદારીના અભાવથી પોતાની મૂલ્યવાન વિશેષતાઓથી દૂર થઇ જાય છે. આ રાશીના પુરૂષો સ્‍ત્રીઓ પાસેથી નમ્રતા, કોમળતા અને સુંદરતાની આશા રાખે છે. આ લોકો પ્રેમ ને જીવનનું અત્યંત મહત્વનું અંગ માને છે. તેમને પ્રેમ અને ધન બંનેમાં સમાન રુચિ હોય છે. આ પ્રવૃત્તિ ભૌતિકવાદી નથી હોતી પરંતુ વ્યવહારિક હોય છે. પ્રેમના મામલામા પણ આ લોકો વિવેકથી કામ લે છે અને ધનના મહત્વને દ્રષ્ટિથી અલગ થવા દેતા નથી. પ્રેમી પાત્રની પસંદગી વખતે તેમણે સજાગ રહેવાની જરૂર છે. પ્રેમ તથા સેક્સના ક્ષેત્રમાં આ લોકો પોતોના અનુભવો વ્‍યક્ત કરે છે. કેટલાંક લોકોની નજરે મકર રાશીવાળા પ્રેમીની અપેક્ષાએ વધારે કર્તવ્યનિષ્ઠ થઇ જાય છે. પ્રેમ ને લઇને આ લોકો અત્યંત ભાવુક હોય છે અને પ્રેમ માટે મોટો ત્યાગ કરવા પણ તૈયાર થઇ જાય છે. વિજાતીય સંબંધ મકર રાશીના જાતક પ્રેમના અભાવમાં શારીરિક અને માનસિક રૂપથી અસ્‍વસ્‍થ રહે છે. તેઓ સેક્સને જીવનનું અંગ સમજે છે. તેઓમાં આકર્ષક શક્તિનો અભાવ ન હોવા છતાં તેઓ વિજાતીય પ્રત્યે આકર્ષ‍િત થાય છે.
 
મકર - મિત્રતા
મકર રાશીવાળા લોકોનું વૃષ્‍ાભ, મિથુન, કન્યા, તુલા અને કુંભ રાશીવાળા સાથે સારુ બને છે, મિત્રતા સારી રહે છે. મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક જોડે પ્રતિકૂળ રહે છે. આ રાશીની વ્યકિતઓથી મકર રાશીની વ્યક્તિઓએ સાવધાન રહેવુ જોઇએ. મીન રાશીથી અનૂકુળતા રહે છે, ધનુ રાશી પ્રત્યે ઉદાશીનતા રહે છે. મકર રાશીની વ્‍યક્તિ શારીરિક રૂપ થી વૃષભ રાશીની વ્યક્તિ તરફ આકર્ષિત થઇ શકે છે. વૃશ્ચિક રાશીની વ્યક્તિથી પ્રસન્નતા મેળવી શકે છે. કર્ક રાશીની વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે. કન્યા રાશીની વ્યક્તિ દ્વારા પ્રેરણા તથા મીન અને તુલા રાશીની વ્યક્તિથી સમસ્યાઓ મળે છે. કુંભ રાશીવાળા તેમને આર્થિક નુકશાન પહોંચાડી શકે છે. તેમની મિત્રતા સ્થાઇ હોય છે પણ તેમના મિત્રોની સંખ્યા ઓછી હોય છે.
 
મકર - પસંદ
મકર રાશીના લોકોને ભવ્ય મકાનમાં રહેવુ પસંદ હોય છે પણ તેમા સજાવટ નથી કરી શકતા ધરની બહાર બાગ-બગીચો બનાવવાના શોખીન હોય છે. સંગીત અને ખેલ-કૂદમાં પણ રુચિ ધરાવતા હોય છે.
 
મકર - લગ્ન અને દાંપત્ય જીવન
મકર રાશીવાળા ની નજરે લગ્ન સુરક્ષા અને એકતાનુ પ્રતિક હોય છે અને તે જીવનમાં ખુશીઓ લાવનારુ હોય છે. તેમના સાથી અને મિત્રોનું તેમના જીવનમા મહત્વપૂર્ણ સ્થાન હોય છે. પત્નિ કાર્યકુશલ અને ચતુર મળે છે, જેથી તેમનુ સાંસારિક જીવન પણ સુખી રહે છે.
 
મકર - સ્‍વભાવની ખામી
મકર રાશીના જાતકો જીદ્દી હોવોથી ખુદને નુકશાન પહોંચાડે છે. તેમને અધિકાર ચલાવવાનું બહુજ ગમતુ હોય છે. ગુસ્સો મોડો આવે છે પણ જ્યારે આવે ત્યારે શાંત થતા સમય લાગે છે. સ્વભાવ ચિડચિડો હોય છે. તેમને કોઇ ને કોઇ વ્યસન જરૂર હોય છે. આ લોકો પોતાના ભાવોને લખીને સારી રીતે વ્યકત કરી શકતા હોય છે. સારા વક્ત્તા હોવાથી સાચી વાત કહે છે. જેના કારણે કેટલાક લોકો તેમના શત્રુ પણ બની જાય છે. ઉપાય - મકર રાશીવાળા જાતકોએ દુ:ખ ના સમયે હાથમાં પુષ્પરાજ, નીલમણિ, લસણિયો, મૂંગા વગેરેમાંથી કોઇ પણ એક નંગ ધારણ કરવો જોઇએ. શનિવાર અથવા ગુરુવાર નો ઉપવાસ કરવો. શિવ, દત્ત, દેવી, ગણેશ અને ગાયત્રીની ઉપાસના કરતા રહેવુ જોઈએ. રામાયણનો સુંદરકાંડ રોજ વાંચવો અથવા હનુમાન ચાલીસા રામ રક્ષા કવચનો પાઠ કરવો જોઈએ. "ઑમ પ્રાં પ્રીં પ્રૌં સ: શનયે નમ:" આ મંત્રના ૨૩,૦૦૦ જાપ મનોકામના પુરી કરવામા સહાયક છે.
 
મકર - ભાગ્યશાળી રત્ન
મકર રાશીવાળા માટે નીલમનો નગ ભાગ્યશાળી હોય છે, માટે તમણે શનિ ખરાબ હોય ત્યારે નીલમ પહરવો જોઇએ. શનિવારે સોનાની અગુંઠીમાં ૪ રત્તીનો નીલમ જડીને, શનિનું ધ્યાન કરી મધ્યમાં આંગળીમાં પહેરવું જોઇએ. આ શુભ અને ફળ આપનારુ હોય છે.
 

 
મકર - વ્યક્તિત્વ
"મકર રાશિનો સ્વામી શનિ હોવાથી તેને સમજવી સરળ નથી. અનુભવ તથા વ્યવહારમા આવા વ્યક્તિ બધાથી. અલગ હોય છે. આ રાશિના લોકો ગંભીર વિચારોમાં ખોવાયેલા રહે છે અને પોતાને ભાવનાત્મક આવરણમાં છુપાવી રાખતા હોવાથી લોકો તમને ઉદાસીન પ્રકૃતિના સમજે છે. આ લોકો સમયનું મૂલ્યાંકન કરવાનું અને તેનો લાભ ઉઠાવવાનું જાણે છે. સમય ની સાથે-સાથે પોતાને બદલી પણ શકે છે. તેમની ભાવનાઓ પણ ઊંડી હોય છે. આ લોકો એકચિત્ત થઇને કામ કરે છે. મકર રાશિવાળા સ્વાભિમાની હોય છે અને બીજાની સામે હાથ ફેલાવવાનુ તેમને ગમતુ નથી. તેઓ અપમાનને સહન નથી કરી શકતા. તેમને પાન, તમ્બાકુ, ભાંગ, મધ, બીડી-સિગરેટ વગેરેમાથી એકનું વ્યસન જરુર હોય છે. આ લોકો વ્યસન છોડીને ફરી ચાલુ કરે છે. તેમને વ્યવહારિક જ્ઞાન ઓછું હોય છે અને પોતાની બુધ્ધિમતા અને કલા પર કદી ગર્વ નથી કરતા. આ રાશિવાળા લોકો સંવેદનાવિહિન વ્યક્તિના પ્રત્યે કઠોરતા પ્રદર્શિત કરે છે. આ લોકો દાની હોય છે. તેમનામા અનૂચિત લાભ ઉઠાવવાની તેમજ કઠિનાઇઓની સામે આવવાની ચિંતા નથી હોતી. તેમનુ વ્યક્તિત્વ સામાન્ય અને મિશ્રિત પ્રકારનું હોય છે. મકર રાશિવાળા ઇમાનદાર તથા નિયમોનુ પાલન કરવાવાળા હોય છે, આ લોકો એક સારા સંગ્રહકાર હોય છે. પોતાના સમયની એક ક્ષણ પણ બરબાદ કરતા નથી. તેમની યોગ્યતાની પ્રશંસા કરીને અને તેમની સમસ્યાનુ નિરાકરણ કરીને તેમને જીતી શકાય છે. આ લોકો પોતાની સમસ્યાઓ ભૂલીને બીજાની સમસ્યાઓ ને સુલજાવવામાં લાગ્યા રહે છે. તેમના લક્ષણ હંમેશા ઉપર ઉઠવાના રહે છે જેથી તેમની ઉપલબ્ધિ પણ અત્યંત કઠિન હોય છે. "
 
મકર - શિક્ષણ
મકર રાશીવાળાની જ્ઞાન પિપાશા હંમેશા જાગ્રત રહે છે. જેને કારણે અધ્યયન તેમનો પ્રિય વિષય હોય છે. આ રાશીવાળાઓએ ખાસ કરીને શાસ્ત્ર, વકીલાત, વિજ્ઞાન, કૃષિ, સંગીત, પ્રબંધન વિષયોમાં શિક્ષા ગ્રહણ કરવી જોઇએ. તેમા તેમને ત્વરિત લાભ થાય છે.
 
 મકર - સ્‍વાસ્‍થ્ય
મકર રાશીવાળાઓ માટે એક સમય ભોજન કરવુ લાભદાયક રહે છે. વાતવિકાર, પેટવિકાર, બવાસીર, ચર્મરોગ આંખની કમજોરી મધુમેહ, રક્તચાપ, દાંતનુ દર્દ વગેરેમાથી એકની તકલીફ અવશ્ય રહે છે. જીવનમાં એક વાર ટાયફોઇડ અવશ્ય થાય છે. આ વ્યક્તિઓ બિમાર નથી થતાં અને થાયતો થોડા સમય માટે. આ રાશીવાળી સ્‍ત્રીઓને ગર્ભપાત, સન્ધિવાત, અને માથાનો દુ:ખાવો નો ભય બની રહે છે. આ લોકો પોતાની દિલની નબળાઇની જાણ બીજાને થવા નથી દેતા. બાહરી હિમ્મત અને સાહસ બતાવવામા ચતુર હોય છે. બીમાર પડે તો ગભરાઇ જાય છે, ઘરમાં પણ કોઇ નુ સ્વાસ્થ્ય ખરાબ થાય તો માનસિક રુપ થી અસ્વસ્થ થઇ જાય છે. તેમનુ શરીર દુર્બલ અને અશક્ત હોય છે. શીત અને વાયુની અધિકતા હોવાને કારણે શીત રોગ, ન્‍યુમોનિયા, ઘૂટંણ નુ દર્દ, ત્વચારોગ વગેરેથી ઘેરાયેલા રહે છે. અત્યાધિક વિશ્રામ ના કારણે શરીરમાં શિથિલતા અને અસ્વસ્થતા રહે છે. તેમને પોતાના શરીરનો વિશેષ ખ્યાલ રાખવો જોઇએ. આળસને ત્યાગી, વાયુ ઉત્તપન્ન ક્રરવાવાળી વસ્તુઓથી દૂર રેહેવું. હંમેશા સંતુલીત ભોજન કરવું જોઇએ. વિટામિન બી, સી અને લોહ તત્વોવાળી વસ્તુઓનુ સેવન કરવું. લીલા શાકભાજી અને તાજા ફળોનુ સેવન વધુ કરવું.
 
મકર - ઘર-પરિવાર
મકર રાશીવાળા ને પોતાના પરિવાર ને કારણે અનેક પ્રકારની કઠિનાઇનો સામનો કરવો પડે છે. પરંતુ આ લોકો પોતાના પારિવારની સર્વ જવાબદારીનું પાલન સફળતા પૂર્વક કરે છે તથા સ્વયંને સંસારમા એકલા હોવાનો અનુભવ કરે છે. આ લોકો ઈમાનદાર અને દયાળુ હોય છે. દુનિયાદારી ની દરકાર કરતા નથી તથા કર્મમા શ્રધ્ધા રાખે છે.
 
મકર - ભાગ્યશાળી દિવસ
મકર રાશીનો શનિ ગ્રહથી નિકટનો સંબધ છે, માટે તેમના માટે ભાગ્યશાળી દિવસ શનિવાર હોય છે. તેમના માટે રવિવાર અને શુક્રવાર શુભ, સોમવાર મધ્યમ, ગુરુવાર અને મંગળવાર અશુભ હોય છે. જે દિવસે તુલા રાશીનો ચંદ્રમા હોય તે દિવસે મહત્વના કામનો પ્રારંભ કરવો નહી.
 
મકર - ભાગ્યશાળી અંક
મકર રાશીના જાતકો ના માટે ૪ અને ૮ નો અંક ભાગ્યશાળી હોય છે. મટે ૪ અંકની શ્રેણી ૪, ૧૩, ૨૨, ૩૧, ૪૦, પ૮, ૬૭.... અને ૮ અંકની શ્રેણી ૮, ૧૭, ૨૬, ૩પ, ૪૪, પ૩, ૬૨, ૭૧...... શુભ હોય છે. તેના સિવાય પ, ૬ અંક શુભ ૩, ૭ અંક સામાન્‍ય અને ૧, ૨, અને ૯ નો અંક અશુભ છે.