સોમવાર, 11 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જનમ દિવસ
Written By
Last Modified: શનિવાર, 21 જુલાઈ 2018 (00:02 IST)

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (21.07.2018)

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે.  રજુ છે 21 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
 
અંક જ્યોતિષના મુજબ તમારો મૂલાંક 3 આવે છે. આ બૃહસ્પતિનો પ્રતિનિધિ અંક છે. આવા વ્યક્તિ નિષ્કપટ, દયાળુ અને ઉચ્ચ તાર્કિક ક્ષમતાવાળા હોય છે. 
 
અનુશાસનપ્રિય હોવાને કારણે ક્યારેક ક્યારેક તમે તાનાશાહ પણ બની જાવ છો. તમે દાર્શનિક સ્વભાવના હોવા છતા એક વિશેષ પ્રકારની સ્ફ્રૂર્તિ રાખો છો. તમરી 
 
શિક્ષાના ક્ષેત્રમાં પકડ મજબૂત હશે. તમે એક સામાજીક પ્રાણી છો. તમે સદા પરિપૂર્ણતા કે પછી એમ કહો કે પરફેક્શનની શોધમાં રહો છો. એ જ કારણ છે કે 
 
મોટાભગે અર્થવ્યવસ્થાઓને કારણે તણાવમાં રહો છો. 
 
શુભ તારીખ : 3,  12,  21,  30
 
શુભ અંક  : 1,  3,  6,  7,  9
 
શુભ વર્ષ : 2013,  2019,  2028,  2030,  2031,  2034,  2043,  2049,  2052
 
ઈષ્ટદેવ : દેવી સરસ્વતી, દેવગુરૂ બૃહસ્પતિ, ભગવાન વિષ્ણુ 
 
શુભ રંગ : પીળો-સોનેરી અને ગુલાબી 
 
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 3નો સ્વામી ગુરૂ છે અને વર્ષાંક  5નો સ્વામી બુધ છે. ગુરૂ-બુધ પરસ્પર સમ છે. આ વર્ષ તમારે માટે ખૂબ જ સુખદ છે. કોઈ 
 
વિશેષ પરીક્ષામાં સફળતા મળી શકે છે. નોકરિયાત માટે પ્રતિભાના બળ પર ઉત્તમ સફળતાનું વર્ષ છે. નવીન વેપારની યોજના પણ બની શકે છે. દાંપત્ય 
 
જીવનમાં સુખદ સ્થિતિ રહેશે. ઘર કે પરિવરમાં શુભ કાર્ય થશે. મિત્ર વર્ગનો સહયોગ સુખદ રહેશે. શત્રુ વર્ગ પ્રભાવહીન રહેશે. મહત્વપુર્ણ કાર્યથી યાત્રાના યોગ 
 
પણ છે. 
 
મૂલાંક 3ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- જનરલ માનેક શૉ 
-ઔરંગઝેબ 
-અબ્રાહમ લિંકન 
- સ્વામી વિવેકાનંદ 
- ડો. રાજેન્દ્ર પ્રસાદ