સોમવાર, 28 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: બુધવાર, 10 ઑગસ્ટ 2016 (17:39 IST)

આ મજેદાર કિચન ટિપ્સ, જેના વિશે દરેક સ્ત્રીને જાણ હોવી જોઈએ

રસોઈનુ નામ સાંભળતા જ મોઢામાં લાજવાબ ખાવાનો સ્વાદ આવી જાય છે. પણ શુ તમે જાણો છો કે કેટલીક સહેલી ટિપ્સ અપનાવીને તમે પરફેક્ટ કુક બની શકો છો. 
 
આમલેટ - આમલેટ બનાવવાથી પહેલા તેમા થોડુ દૂધ અને પાણી નાખીને સારી રીતે ફેંટો. તેનાથી આમલેટ ફુલેલુ અને ટેસ્ટી પણ બનશે. 
 
ફ્લાવર - ફ્લાવરના સફેદ રંગને કાયમ રાખવા માટે બનાવતી વખતે તેમા એક ટેબલસ્પૂન દૂધ નાખી દો. 
 
લીંબૂનો રસ - લીંબૂના રસને જો 15-20 દિવસ સુધી રાખવો હોય તો તેના રસને બરફ જમાવવાની ટ્રેમાં નાખીને જમાવી લો. જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો. 
 
નારિયળ - નારિયળને બે ભાગમાં તોડાઅ માટે તેને એક રાત પહેલા પલાળીને મુકી દો અને હળવા હાથે કોઈ વસ્તુની સાથે તોડો. તેનાથી આખુ નારિયળ સહેલાઈથી તૂટી જશે. 
 
ચોખા - ચોખાને સફેદ અને ફુલેલા બનાવવા માટે તેને બનાવતી વખતે તેમા થોડા લીંબૂના ટિપા નાખી દો. 
 
બિરયાની - બિરયાની માટે ડુંગળીને ફ્રાય કરતી વખતે તેમા એક ચપટી ખાંડ નાખો. તેનાથી એ જલ્દી બ્રાઉન થઈ જશે. 
 
દાળ - દાળ ઉકાળતી વખતે તેમા થોડુ તેલ નાખીને પકવો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો. દાળ સારી અને ટેસ્ટી પણ બનશે. 
 
ચોખાનો લોટ - શાક બનાવતી વખતે તેની ગ્રેવીને ઘટ્ટ બનાવવા માટે તેમા થોડો ચોખાનો લોટ મિક્સ કરી દો. 
 
કાજૂ પેસ્ટ - ગ્રેવીને ઘટ્ટ બનાવવા માટે તેમા કાજૂની પેસ્ટ નાખીને તેને પકવો. તેનાથી સ્વાદ પણ વધી જશે. 
 
ખસખસ - રસોઈ બનાવતી વખતે ભૂલથી જો તેમા વધુ પાણી પડી ગયુ છે તો તેને જલ્દી ઘટ્ટ કરવા માટે તેમા ખસખસની પેસ્ટ બનાવીને નાખી દો. તેને ફાસ્ટ ગેસ પર પકવો. 
 
પુરી - ક્રિસ્પી બનાવવા માટે લોટ બાંધતી વખતે તેમા એક ટેબલસ્પૂન રવો અને થોડો ચોખાનો લોટ સારી રીતે મિક્સ કરી દો. 
 
ભિડા ફ્રાય - ભિંડા બનાવતી વખતે તેમા થોડુ દહી કે લીંબૂનો રસ નાખીને ફ્રાય કરો. તેનાથી આ ક્રિસ્પી બનશે. 
 
અંકુરિત અનાજ - ઘરમાં જ અંકુરિત કરવા માટે તેને આખી રાત પલાળો અને સવારે પાણી કાઢીને તેને કપડામાં બાંધીને 10 કલાક માટે એક વાસણમાં મુકી દો. ત્યારબાદ કોઈ ડબ્બામાં મુકીને ફ્રિજમાં મુકી દો. 
 
ઈડલી - ઈડલીના મિક્ચરને બનાવાઅ માટે ચોખાને 5-6 કલાક માટે ગરમ પાણીમાં પલાળો.
 
લોટને ફ્રિજમાં સુકાતા બચાવો - લોટ ફ્રિજમાં મુકતા પહેલા તેના પર તેલ લગાવીને ડબ્બામાં બંધ કરીને મુકો. 
 
ડુંગળી - ડુંગળીને છોલીને ઠંડા પાણીમાં નાખી દો. તેનાથી આંખોમાં આસુ નહી આવે. 
 
પનીર - પનીરને નરમ રાખવા માટે તેને બનાવવા માટે તેને પહેલા ગરમ પાણીમાં થોડીવાર માટે નાખી દો અને પછી તેને ગ્રેવીમાં નાખો. 
 
આદુ લસણની પેસ્ટ - આદુ લસણની પેસ્ટને વધુ દિવસ માટે તાજી રાખવા માટે તેમા ગરમ તેલ મિક્સ કરીને ફ્રિજમાં મુકી દો. 
 
ચોખા - બચેલા ચોખાને ગરમ કરવા માટે તેમા થોડુ પાણી છાંટીને તેને ગેસ પર ધીમા તાપે 5 મિનિટ માટે ઢાંકી મુકો. 
 
માખણ - માખણ ફ્રિજરમાં જામી ગયુ છે તો તેને નરમ કરવા માટે નાના નાના ટુકડામાં કાપી નાખો. 
 
લીંબૂ - લીંબૂમાંથી વધુ રસ કાઢવા માંગો છો તો તેને 15 સેકંડ માટે માઈક્રોવેવમાં મુકી દો. 
 
રોટલી - રોટલીને નરમ બનાવવા માટે લોટ બાંધતી વખતે કુણા પાણીનો ઉપયોગ કરો. 
 
મટર - વટાણાનો રંગ લીલો રાખવા માટે તેને ઉકાળતી વખતે ચપટી ખાંડ નાખી દો. 
 
પકોડા - પકોડા ક્રિસ્પી બનાવવા માટે બેસનમાં 2 ટીસ્પૂન ગરમ તેલ નાખો. 
 
હિંગ - જમવાનુ બનાવતી વખતે હિંગનો ઉપયોગ જરૂર કરો. તેનાથી જમવાનુ પચવામાં સરળ રહેશે. 
 
કોફી - ઘરે મેહમાન આવી ગયા છે અને તેમને જવાની પણ ઉતાવળ છે તો જલ્દીથી કોફી બનાવવા માટે કોફીના ફિલ્ટરમાં ખાંડ નાખો પછી કોફી પાવડર અને પાણી નાખીને મિક્સ કરી દો.