શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By વૃષિકા ભાવસાર|
Last Modified: સોમવાર, 7 નવેમ્બર 2022 (12:20 IST)

ગુજરાતી લોકગાયક જિગ્નેશ કવિરાજ ખેરાલુથી અપક્ષ ચૂંટણી લડે તેવી શક્યતાઓ

adity kaviraj
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે. દરેક પક્ષો ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે મહેસાણાના ખ્યાતનામ ગાયક જીગ્નેશ કવિરાજ ચૂંટણી લડે તેવી સંભાવના છે.  મળતી માહિતી પ્રમાણે જીગ્નેશ કવિરાજ કોઈ પક્ષ સાથે જોડાયા નથી. પરંતુ મહેસાણામાં અપક્ષમાંથી ચૂંટણી લડે તેવી સંભાવના છે.

જીગ્નેશ કવિરાજનો જન્મ ખેરાલુમાં થયો છે. જીગ્નેશ કવિરાજ 10મા ધોરણ સુધી ભણેલા છે. તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે. તેણે 2017માં ભગવાન વાઘેલાની જાનુ મારી લાખોમા EK સાથે ગાયક અને અભિનેતા તરીકે શરૂઆત કરી હતી. 2017માં, જીગ્નેશે દિગ્દર્શક પ્રવિણ ચૌધરીના જીવનમાં વલી મારી જાનુડીનું ગીત ગાયું હતું અને તેની ભૂમિકા ભજવી હતી. હાલમાં વર્ષમાં તેઓ 50 થી 60 કાર્યક્રમો કરે છે. તેઓ ન્યુઝીલેન્ડ, અમેરિકા, યુરોપ, કેનેડા, ઓસ્ટ્રેલિયા ખાતે લાઈવ પ્રોગ્રામ કરે છે. આ ઉપરાંત જીજ્ઞેશે કિંજલ દવે, ઓસમાણ મીર, ભજનિક લક્ષ્મણ બારોટ સાથે પણ કાર્યક્રમો કર્યા છે.