ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
Written By ભાષા|

‘હવે થાકી ગયો છું, મને વિશ્વામની જરૂર’

N.D
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ આજે 'ઇંદૌર થી ઈંદૌર સુધીની દીર્ઘ રાજનૈતિક યાત્રા પૂર્ણ કરી છે. આ સાથે જ 'હવે હું થાકી ગયો છું અને મને વિશ્રામની જરૂરિયાત છે એવું કહીને તેમણે પોતાના રાજનીતિક સંન્યાસના પણ સ્પષ્ટ સંકેત આપ્યાં છે. પક્ષ હવે નિતિન ગડકરીના નેતૃત્વમાં અને સંઘના માર્ગદર્શન પર ચાલશે' એવું પણ તેમણે કહીં નાખ્યું છે.

છેલ્લા બે દિવસ અડવાણી અધિવેશનમાં હાજર રહેવા છતાં પણ મૌન નજરે ચડતા હતાં. અર્થાત, તેમનું મૌન પણ ઘણું બધુ બોલી રહ્યું હતું. આજે રાષ્ટ્રીય પરિષદનું સમાપન કરતા તેમણે પોતાના મૌન પાછળ છુપાયેલા સંન્યાસના વિચારને અપ્રત્યક્ષ રીતે સહુ કોઈને સામે રાખ્યો હતો.

ઈંદૌર સાથે પોતાના જૂના સંસ્મરણો વાગડતા તેમણે પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રથમ શિબિરની યાદ દેવડાવી. અડવાણીએ કહ્યું કે, ' આરએસએસની પ્રથમ શિબિરમાં શામેલ થવા માટે હું પહેલી વખત વર્ષ 1943 માં ઈંદૌર આવ્યો હતો. ત્યાર બાદ આજે આ અધિવેશનના માધ્યમથી એક વાર ફરી ઈંદૌર આવવાનું થયું. આમ ઈંદૌરથી ઈંદૌર સુધીની મારી મુસાફરી પૂર્ણ થઈ.

અડવાણીએ ઉમેર્યું કે, 'મંચ પર હું સૌથી વૃદ્ધ છું અને હવે હું થાકી ગયો છું. મને હવે વિશ્વામની જરૂરિયાત છે. આ પેઢીનો હોવાના કારણે મને છૂટ પણ મળવી જોઈએ.' આ વાતથી તેમના સક્રિય રાજનીતિમાંથી સંન્યાસ લેવાના સ્પષ્ટ સંકેત જોવા મળ્યાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, અડવાણીના સંન્યાસ પાછળ સંઘની ભૂમિકા પ્રમુખ રહી છે. તેમના રાજનૈતિક જીવનની શરૂઆત સંઘ સાથે થઈ હતી અને તેમના રાજનીતિક સફરનો અંત પણ સંઘના ઈશારે જ થયો. સંઘે તેમને અધિકારના વસ્ત્રો ઉતારવા માટે કહું, આ સાથે તેમના ઉત્તરાધિકારીની વરણી પણ સંઘે જ કરી નાખી.

ભાજપાનું સુકાન 'નવી પેઢી' ના હાથમાં સોપવાની પ્રક્રિયાનો ઉલ્લેખ કરીને અડવાણીએ ભાજપના અંતર્ગત લોકતાંત્રિક પ્રક્રિયાનો અનુભવ કરાવી દીધો. ગડકરીના માધ્યમથી ભાજપનું નેતૃત્વ પોતાનાથી બીજી અને ત્રીજી પેઢીના યુવા નેતા પાસે આવી ગયું, પરંતુ સંઘ પરિવાર અને પાર્ટીના આગ્રહને પગલે માર્ગદર્શકના રૂપમાં પોતાનું સ્થાન કાયમ છે, એવું કહેવાથી પણ તેઓ ન ચૂંક્યાં.