ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. દિવાળીની વાનગીઓ
Written By
Last Modified: ગુરુવાર, 5 નવેમ્બર 2015 (16:52 IST)

દિવાળી રેસીપી - રસમલાઈ

રસમલાઈ ભારતીય મીઠાઈઓમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. દૂધથી બનેલી આ મીઠાઈ દરેકને પસંદ છે. જેને લોકો દરેક તહેવાર પર ખુશીના પ્રસંગ પર બનાવવી પસંદ કરે છે. આ રસમલાઈનો સ્વાદ મોઢામાં મુકતા જ ભળી જાય છે અને સ્વર્ગના સુખનો આનંદ થાય છે. જો તમે ક્યારેય આ મીઠાઈ ઘરે નથી બનાવી તો ચાલો આ વખતે દિવાળીમાં બનાવો આ સ્પેશ્યલ મીઠાઈ. 
 
સામગ્રી - 7 કપ દૂધ, 4 કપ ખાંડ, 3 કપ પાણી, કેસર, પિસ્તા, બદામ અને લીંબૂનો રસ. 
 
બનાવવાની રીત - સૌથી પહેલા રસ બનાવવા માટે 3 કપ દૂધ ઉકાળવા માટે મુકી દો.  ત્યારબાદ દૂધ ફાડવા માટે જુદુ દૂધ ઉકાળવા માટે મુકો અને તેમા લીંબૂ નિચોડી દો. સારી રીતે હલાવીને દૂધને મલમલના કપડામાં ગાળી લો.  હવે એક પ્રેશર કુકરમાં પાણી અને ખાંડ નાખીને ઉકાળો. હવે જે ફાટેલુ દૂધ તૈયાર થયુ છે તેને સારી રીતે મસળી લો અને તેની નાની નાની 15 ગોળીઓ બનાવી લો. હવે આ તૈયાર ગોળીઓને પ્રેશર કુકરમાં નાખીને એક સીટી લગાવી લો. હવે આ સમયે ચેક કરી લો કે બીજી બાજુ રસ તૈયાર છે કે નહી. આ રસમાં ખાંડ, ઈલાયચી પિસ્તા, બદામ અને કેસર મિક્સ કરો અને ઠંડુ થવા માટે મુકી દો. હવે આ તૈયાર ગોળાને પ્રેશર કુકરમાંથી બહાર કાઢો અને હળવેથી પ્રેસ કરો.  જેનાથી પાણી બહાર નીકળી જાય. જ્યારે રસ ઠંડો થઈ જાય ત્યારે એ ગોળીઓને અંદર નાખી દો અને ફ્રિજમાં મુકી દો. તમારી રસમલાઈ એકદમ તૈયાર છે.