કોરોનાના પોઝીટીવ કેસો ઘટાડવા રૂપાણી સરકારની આ છે હિડન સ્ટ્રેટેજી
ગુજરાતમાં પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે, તે જોતા હવે ગુજરાત સરકારે કોરોનાનાં દર્દીઓની સંખ્યા ઘટાડવા માટે એક ટ્રીક આપનાવી છે, સરકારે હવે રાજ્યમાં રોજનાં 2000ની મર્યાદામાં જ ટેસ્ટ કરવાનું નક્કી કર્યુ છે. અત્યાર સુધી દરરોજ 3000 જેટલાં ટેસ્ટ થતાં હતા. જેને હવે ઘટાડીને 2000 કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક સમયે 24 કલાકમાં રાજ્યમાં 4000ની આસપાસ ટેસ્ટ કરવામાં આવતા હતા, તેની સામે હવે આ આંકડો અડધો કરી દેવામાં આવ્યો છે. આરોગ્ય સચિવ કહે છેકે, હવે હોટસ્પોટ વિસ્તારમાં વધારે ટેસ્ટ કરવાની જરૂર નથી. બે દિવસ ટેસ્ટની સંખ્યા ઘટી તો સામે પોઝીટીવ કેસો પણ ઘટ્યા છે. રાજ્યમાં કેસોની સંખ્યામાં તીવ્ર ઉછાળો ન નોંધાય તે માટે જ્યાં કોરોનાનો પ્રકોપ વકર્યો છે એવાં મોટા શહેરોમાં ટેસ્ટની સંખ્યા સિમિત કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
વડોદરામાં દરરોજનાં માત્ર 150 ટેસ્ટ કરવાના રહેશે જ્યારે અમદાવાદમાં પણ ટેસ્ટની સંખ્યા ઘટાડીને 1,250 જેટલી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ICMRની ભલામણ મુજબ વધુને વધુ માસ સેમ્પલિંગની જરૂર છે ત્યારે કોરોનાને કાગળ પર કાબુમાં દેખાડવાની હિડન સ્ટ્રેટેજીના ભાગરૂપે ટેસ્ટની સંખ્યા સીમિત કરી દેવાની રણનીતિ સરકાર દ્વારા અપનાવાઇ છે અને તેના કારણે જ અગાઉ રાજ્યમાં દૈનિક ટેસ્ટનો સૌથી વધુ આંકડો 3,513 હતો તેની સંખ્યા ઘટીને ૨,૫૧૬ થઇ ગઇ છે.
ગત સપ્તાહે શનિવારથી સળંગ પાંચ દિવસ કોરોના વાઈરસની હાજરી જાણવા થયેલા ટેસ્ટની સંખ્યા પ્રતિ 24 કલાકે 2800થી 3500ની વચ્ચે રહ્યા બાદ બુધવારની સવારે છેલ્લાં ૨૪ કલાકમાં માત્ર ૨૫૧૬ જેટલા જ ટેસ્ટ કર્યાનું જાહેર થતા ગુજરાત સરકારની મંશા સામે સવાલો ઉઠયા હતા.જોકે, જયંતિ રવીએ ખુલાસો કર્રાયો છે કે, રાજ્યમાં દરરોજ 3 હજાર ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. પહેલા
જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા તેટલા જ ટેસ્ટ કરાશે. દરરોજના 3 હજાર ટેસ્ટમાંથી 2500 ટેસ્ટ અલગ-અલગ વિસ્તારમાં કરવામાં આવશે જ્યારે 500 ટેસ્ટ ક્વૉરન્ટીન કરવામાં આવેલા લોકોમાં કરાશે.