ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી , ગુરુવાર, 6 ડિસેમ્બર 2018 (16:49 IST)

આગામી 17 વર્ષમાં સૂરતની ગ્રોથ દુનિયામાં સૌથી ઝડપી રહેશે, સૌથી વધુ ગ્રોથ કરનારા દુંનિયાના ટોપ 10માં બધા શહેર ભારતના..

વર્ષ 2019થી 20135 ની વચ્ચે જે શહેર ઝડપી ઈકોનોમિક ગ્રોથ કરશે તેમા ટોપ 10 ભારતના છે.  બ્લૂમબર્ગની રિપોર્ટ મુજબ ઑક્સફોર્ડ ઈકોનોમિક્સના ગ્લોબલ સિટિઝ રિસર્ચમાં સૂરત ગ્રોથમાં સૌથી ઉપર છે. તેની સરેરાશ વાર્ષિક ગોર્થ 9.17 % રહેવાની આશા છે.  બીજા નંબર પર આગરા (8.58%) અને ત્રીજા નંબર પર બેંગલુરુ (8.5%) છે. 
                          શહેર                                       વાર્ષિક સરેરાશ ગ્રોથ (અંદાજીત) 
સૂરત (ગુજરાત)        9.17%      
આગરા (યૂપી)  8.58%
બેંગલુરૂ (કર્ણાટક)  8.5%
હૈદરાબાદ (આંધ્રપ્રદેશ)  8.47%
નાગપુર (મહારાષ્ટ્ર)  8.41%
ત્રિપુરા (તમિલનાડુ) 8.36%
રાજકોટ (ગુજરાત)  8.33%
તિરુચિરાપલ્લી (તમિલનાડુ)  8.29%
ચેન્નઈ(તમિલનાડુ)  8.17%
વિજયવાડા (આંધ્રપ્રદેશ)  8.16%
 
રિસર્ચ મુજબ ભારતીય શહેરોનુ ઈકોનોમિક આઉટપુટ બીજા દેશોના મહાનગરોના મુકાબલે ઓછુ રહેશે. બીજી બાજુ એશિયાઈ શહેરોની કુલ જીડીપી વર્ષ 2017 સુધી બધા ઉત્તરી અમેરિકી અને યૂરોપીય શહેરોની જીડીપીથી ઉપર નીકળી જશે.  વર્ષ 20135 સુધી આ 17% વધુ થઈ જશે. 
 
ઓક્સફોર્ડ ઈકોનોમિક્સની રિસર્ચમાં સામે આવ્યુ છે કે વર્ષ 20135 સુધી દુનિયાના મોટા શહેરોની સ્થિતિમાં થોડો ફેરફાર થશે.  ન્યૂયોર્ક, ટોકિયો, લૉસ એંજિલ્સ અને લંડન ટોપ 4 સ્થાનો પર બન્યા રહેશે.  પણ શંઘાઈ અને બીજિંગ, પેરિસ અને શિકાગોની પાછળ છોડી દેશે.  ચીનના ગ્વાંગઝૂ અને શેનઝેન પણ ટોપ  10માં સામેલ થઈ જશે. 
 
રિસર્ચમાં કહેવામાં આવ્યુ છે કે આફ્રિકામાં તંજાનિયા સૌથી ઝડપી ગ્રોથવાળુ શહેર છે. યૂરોપમાં અરમેનિયનની ગ્રોથ સૌથી ઝડપી રહેવાની આશા છે. ઉત્તરી અમેરિકામાં સૈન જોસ સૌથી વધુ વિકાસ કરશે.