બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 મે 2022 (18:13 IST)

LPG ગેસ મુદ્દે સરકારનો મોટો નિર્ણય, ગેસ સિલિન્ડર પરવાનામાંથી ડિલરોને મુક્તિ

ગાંધીનગરમાં આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. LPG ગેસ સિલિન્ડર પરવાનામાંથી ડિલરોને મુક્તિ અપાશે. હવે કોઇ અધિકારી હવે LPG ગેસ પરવાના રદ્દ નહી કરી શકે. એલપીજીના વેચાણ કરવા માટે જે-તે એજન્સીને પરવાનો મેળવવો પડતો હોય છે. આ પરવાનાને આધારે હજારો ડીલર્સ ગેસના બાટલા રજિસ્ટર્ડ ગ્રાહકોને ગેસના બોટલ આપી શકે છે. જો કે આ પ્રોસેસ દરમિયાન ક્યારેય જો ગેસના બાટલાને લગતી સમસ્યા ઊભી થાય તો તેવા સંજોગોમાં પુરવઠા અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ડીલર્સના પરવાના રદ્દ કરી દેવામાં આવતા હતા. જો કે આજ રોજ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે એલપીજી ડીલર્સને પરવાના લેવામાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણયને કારણે રાજ્યના હજારો એલપીજી ડીલર્સને ફાયદો થશે.
 
 રાજ્ય સરકાર આ અંગે જાહેરાત કરી છે જેમાં વર્ષ ૧૯૮૧થી ચાલ્યા આવતાં કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના હજારો એલપીજી ડીલર્સને ફાયદો થશે તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યૂટી (આબકારી જકાત)માં ઘટાડો કરી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાવામાં આવ્યા છે ત્યારે સૌકોઈની મીટ હવે રાજ્ય સરકાર તરફ મંડાઈ છે કે ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારના નિર્ણય બાદ પોતાની હાજરી પુરાવશે. સૌકોઈ અપેક્ષા રાખી રહ્યા છે કે ગુજરાત સરકાર પણ વેટમાં ઘટાડો કરીને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે