સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 મે 2022 (16:07 IST)

અમદાવાદમાં ડોક્ટર પિતાએ આઈફોન ન અપાવ્યો તો દીકરીએ ચાલુ પંખામાં હાથ નાખ્યો

girls
અમદાવાદમાં ડોકટર પિતાની એકની એક 18 વર્ષની દીકરીને આઇફોન આપવાની ના પાડતા તેણે ગુસ્સામાં આવીને ચાલુ પંખામાં હાથ નાખ્યો હતો. અને ઘરના શોકેસમાં મૂકેલી કીમતી એન્ટિક વસ્તુઓ તોડી નાખી હતી. આઇફોન અપાવવા ઇન્કાર કરતા યુવતીએ પિતાને ધમકીઓ આપવાનું શરૂ કર્યુ હતુ. તેમ છતાં પિતાએ તેની માગણીનો સ્વીકાર નહીં કરતા યુવતીએ ઘરનો સામાન તોડી નાખવા અને પોતાની જાતને નુકસાન કરવા ધમકી આપી હતી. દીકરીના ગુસ્સાને શાંત નહીં કરી શકતા તબીબ પિતાએ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી.

એક ડોક્ટરે અભયમ્ હેલ્પલાઇનમાં ફોન કરીને એવું જણાવ્યું કે, તેમની દીકરી અતિશય ગુસ્સામાં છે, ઘરની કીમતી ચીજ વસ્તુઓ તોડફોડ કરી રહી છે, અને જો આઇફોન આપવામાં નહીં આવે તો મરી જવાની ધમકી આપી રહી છે. ડોક્ટરે અભયમના કાઉન્સિલરોને જણાવ્યં કે, તેમની દીકરીને કોઇ વાતનો ઇન્કાર કર્યો નથી. તેની તમામ જીદ પુરી કરી છે. માતા-પિતાએ નાનપણથી તેમની દીકરીએ માગેલી તમામ વસ્તુઓ તરત લાવી આપી છે. પરતું છેલ્લા થોડા દિવસથી તેમની દીકરી આઇફોનની જીદ લઇને બેસી છે.દીકરી ભણવામાં ખૂબ હોશિયાર હોવાથી તેને આઇફોન આપવા માગતા નથી. તેમણે દીકરીને ભણી લીધા બાદ ફોન અપાવવાની ખાતરી આપી હતી. પરતું દીકરી તેની જીદ પૂરી કરાવવા ગુસ્સો કરી રહી છે. ચાલુ પંખામાં હાથ નાખી દે છે અને શો કેસમાં મુકેલી ઘરવખરી (એન્ટિક) તોડી નાખી હતી. માતા-પિતા દીકરીને શાંત પાડવા અનેક પ્રયત્ન કરવા છતા તે શાંત થઇ નહોતી. છેવટે કંઇક ખોટુ ના કરે તે ડરથી અભયમ હેલ્પલાઇનનો આધાર લીધો હતો.

કાઉન્સિલર દ્વારા જયારે માતા-પિતાને દૂર કરીને દીકરી એકલીને રૂમમાં રાખી તેની સાથે વાત કરતા તેણે કહ્યું કે, મને ના સાંભળવી ગમતી નથી. મારા મમ્મી પપ્પાનું હું સિંગલ ચાઇલ્ડ છું. મને મારી દરેક માગણી પૂરી કરવાની નાનપણથી આદત છે. આજે પહેલી વખત પપ્પાએ આઇફોનની ના પાડી છે, તે મને ગમ્યુ નથી અને ગુસ્સો આવે છે.