લોકસભા ચૂંટણી પહેલા Whatsapp લાવ્યુ નવુ ફીચર, યૂઝર્સને મળી વધુ તાકત
ફેસબુકની માલિકીવાળી સોશિયલ મીડિયા કંપની વ્હાટ્સએપે એક નિવેદનમાં કહ્યુ, 'વ્હાટ્સએપ ગ્રુપ પરિજનો, મિત્રો, સહકર્મચારીઓ, સહપાઠીઓ અને અન્ય લોકોને એક સાથે જોડવાનુ માધ્યમ કાયમ રહેશે. જો કે લોકો મહત્વપૂર્ણ સંવાદ માટે ગ્રુપ સાથે જોડાય છે. તેમને પોતાના અનુભવ વિશે વધુ નિયંત્રણની માંગ કરી.
કંપનીએ પ્રાઈવેસી સેટિંગમાં એક નવા ફીચરની શરૂઆત કરી છે. જેના દ્વારા યૂઝર્સ આ નક્કી કરી શકે છે કે તેમને કોઈ વ્હાટ્સએપ ગ્રુપમાં કોણ જોડી શકે છે. જેના માટે ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે. પહેલા વિકલ્પ હેઠળ યૂઝર્સને કોઈપણ કોઈ ગ્રુપમાં જોડી શકતુ નથી. બીજા વિકલ્પ હેઠળ યૂઝર્સને ફક્ત એ જ લોકો ગ્રુપમાં જોડી શકે છે જે પહેલાથી તેના કાંટેક્ટ યાદીમાં જોડાયેલા હોય. ત્રીજા વિકલ્પમાં દરેક કોઈને ગ્રુપમાં જોડવાની સુવિદ્યા આપવામાં આવી છે.
અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિને કોઈપણ વ્હાટ્સએપ ગ્રુપમાં જોડી શકતા હતા. આ ઉપરાંત વ્હાટ્સએપે એક અન્ય ફીચરની પણ શરૂઆત કરી છે. જો કોઈ તમને કોઈ ગ્રુપમાં જોડે છે તો પ્રાઈવેટ ચૈટ દ્વારા તેની લિંક તમને મળશે. જો તમે ત્રણ દિવસની અંદર નિમંત્રણ સ્વીકાર કરી લો છો તો તમે ગ્રુપમાં સામેલ થઈ જશો. જો તમે ત્રણ દિવસ સુધી નિમંત્રણ ન સ્વીકાર્યુ તો તે આપમેળે જ સમાપ્ત થઈ જશે.
કંપનીએ કહ્યુ કે આ ફીચરની શરૂઆત બુધવારથી કરવામાં આવી છે. તેમણે કહ્યુ કે આવનારા અઠવાડિયામાં આ ફીચર દુનિયાભરમાં ઉપલબ્ધ રહેશે.