શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 17 જૂન 2022 (18:59 IST)

Monsoon Skin care- આ વરસાદમાં ચેહરાની ચમક જાળવી રાખવા ટિપ્સ

માનસૂનમાં બેક્ટીરિયા ચેહરા પર ખીલ પેદા કરે છે. તેમજ આ મૌસમમાં સ્કિન ઑયલી થઈ જાય છે. જેના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી સુંદરતા જાળવી રાખવા માટે કઈક એક્સ્ટ્રા એફર્ટ કરવુ પણ ખૂબ જરૂરી છે. અહીં અમે તમને એક પેક જણાવીશ જે માનસૂનમા સ્કિનને ચિપચિપયો નથી થવા દઈશ. સાથે જ તેનાથી પિંપલ્સ, ઑયલી સ્કિન, ડાઘ જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળશે. ચાલો તમને જણાવીએ છે પેક બનાવવાની રીત તેના માટે તમને જોઈએ 
કોકોનટ મિલ્ક 
બદામ પાઉડર 
ચંદન પાઉડર / ચણાનો લોટ/ ચોખાનો લોટ- 1/2 ચમચી 
મુલ્તાની માટી -1/2 ચમચી 
 
બનાવવાની રીત 
સૌથી પહેલા એક બાઉલમાં બધી સામગ્રી લેવી. જો કોકોનટ મિલ્ક નથી તો તમે કાચા નારિયળને વાટીને ઉપયોગ કરી શકો છો. જો પેક ઘટ્ટ લાગે તો તેમાં ગુલાબજળ મિક્સ કરી લો. 
 
કેવી રીતે ઉપયોગ કરવું 
પ્રથમ સ્ટેપ- સૌથી પહેલા પેકમાં થોડી કરકરી ખાંડ મિક્સ કરી ચેહરા પર હળવા હાથથી 5-7 મિનિટ સર્કુલેશન મોશનમાં મસાજ કરવી. પછી નાર્મલ પાણીથી મોઢુ ધોઈ લો. તેનાથી ડેડ સ્કિન નિકળી જશે અને સ્કિન પણ ગ્લો કરશે. 
 
બીજુ સ્ટેપ હવે પેકની જાડી લેયર ચેહરા અને ગરદન પર લગાડો અને આશરે 10-15 મિનિટ માટે મૂકી દો. જ્યારે માસ્ક સૂકી જાય તો હળવા હાથથી 2-3 મિનિટ મસાજ કરતા સાફ કરી લો. 
 
ત્રીજું સ્ટેપ- હવે ચેહરા પર કોઈ પણ માશ્ચરાઈજર ક્રીમ કે એલોવેરા જેલ લગાવી લો. તેનાથી સ્કિન સૂકી નહી થશે. અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વાર આ પેકનો ઉપયોગ જરૂર કરવું.