17 વર્ષની હેતવી ઠાઠમાઠ છોડી લેશે દીક્ષા, 8 વર્ષની ઉંમરમાં કર્યું હતું તપ
ગુજરાતની 17 વર્ષની હેતવી રાજસ્થાનમાં દીક્ષા લેશે. મૂળ સુરતની અને હાલમાં મુંબઇમાં રહેનાર હેતવી દીક્ષા લઇને સાંસારિક જીવાનના સુખોનો ત્યાગ કરશે. 16 ફેબ્રુઆરીના રોજ હેતવીનો સુરતમાં વિદાય સમારોહ યોજાશે. હેતવીના પિતા મિલનભાઇ શેઠ મુંબઇમાં ડાયમંડના બિઝનેસ સાથે સંકળાયેલા છે. આર્ચાર્ય ભગવંત જયાનંદ સુરી 24 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાના આહોર નગરમાં હેતવી સાથે બીજી ચાર અને મુમુક્ષુઓને દીક્ષાનું મુહૂર્ત આપવામાં આવ્યું છે.
હેતવીએ માત્ર 8 વર્ષની ઉંમરમાં ઉપાધાન તપ કર્યું હતું. ગુરૂકુલમમાં વ્યહારિક ધોરણ 9મા સુધી અભ્યાસ કર્યો છે. ગુરૂકુલુમમાં જ હેતવીએ નક્કી કર્યું હતું કે તે માતા પિતાના સંસાર મુજબ ફોન, ફ્લીટ, કાર જેવી સાંસારિક સુખોનો ત્યાગ કરી લેશે. ઉપાધાન તપ કર્યા બાદ હેતવીને આચાર્ય ભગવંત હયાનંદ સુરી મહારાજની શિષ્યા સાધ્વી મુક્તિ પ્રજ્ઞા પાસે અધ્યયન માટે મોકલવામાં આવી હતી.
અધ્યયન દરમિયાન વિહાર કરવું, સંથારા પર સુઇ જવાનું ચાલુ રાખ્યું. ધીમે ધીમે પ્રતિક્રમણ, પાંચ પ્રતિક્રમણ નવ સ્મરણ, 4 પ્રકરણ, કર્મગ્રંથ, વિતરાગ સ્ત્રોત, વૈરાગ્ય શતક તહ્તા યોગાસારનો અભ્યાસ કર્યો. હવે હેતવી દીક્ષા માટે તૈયાર થઇ ગઇ છે. દીક્ષા લઇને હેતવીના ઉત્સાહના લીધે માતા-પિતાએ દીક્ષાની અનુમતિ આપી છે.