ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 18 જુલાઈ 2016 (18:07 IST)

પૂનમ પાંડેનો બોલ્ડ દેશી અવતાર

ભારત 2011 ક્રિકેટ વિશ્વકપ જીતશે તો મેદાન પર નગ્ન થઈને દોડ લગાવીશ તેવી જાહેરાત કરીને લાઈમલાઈટમાં આવેલી મોડલ પૂનમ પાંડે ત્યાર બાદ કઈકને કઈક બહાને સતત સમાચારોમાં  ચમકતી રહી છે. થોડા સમય પહેલાં તેણીએ તેનો હોટ આઈસ બકેટ ક ચેલેંજ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને ચર્ચાનું ચગડોઢ ચડવ્યું હતું. 
 
ટ્વિટર પર બિકનીમાં પોતાના હોટ એંડ સેકસી અવતારમાં પોતાના ફેન્સને આકર્ષિત કરનારી પૂનમ પાંડે  ટૂંક સમયમાં જ એક નવા અવતારમાં જોવા મળશે. પૂનમ એક તેલૂગૂ ફિલ્મા માલિની એંડ કંપનીમાં દેશી પરંતુ બોલ્ડ અંદાજમાં જોવા મળશે. 
 
નિર્દેશક વીરૂની આ ફિલ્મમાં પૂનમ બિકની કે કોઈ સ્વિમ સૂટના બદલે સાડીમાં પોતાની હોટ અદાઓ દ્વારા દર્શિકોને રિઝવતી  નજરે પડશે સાડી સાથે બેક્લેસ બલાઉઝ પહેરીને ફિલ્મમાં તેણે નવા બોલ્ડ અવતારમાં દેખાશે. પૂનમે ફિલ્મમાં પોતાનો આ બોલ્ડ અવતાર એક પ્રેસ કોનફરંસમાં રજૂ કર્યો હતો. 
 
અત્યાર સુધી માત્ર આઈટમ સોંગમાં નજરે પડેલી નશા ફેમ અભિનેત્રી પૂનમ પાંડે આ ફિલ્મમાં કેવો રંગ દર્શાવે છે તે જોવા આતુર છે. આ ફિલ્મનું શૂટિંગ ટૂક સમયમાં જ હૈદરાબાદમાં શરૂ થઈ જવા રહ્યું છે.