1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 23 ઑક્ટોબર 2021 (18:35 IST)

Aamir Khan ફટાકડાવાળી એડને લઈને ટ્રોલ થયા આમિર ખાન, BJP સાંસદે સાધ્યુ નિશાન

વર્તમાન દિવસોમાં દરેક બાજુ ક્રિકેટ વર્લ્ડ કપ અને દિવાળીના અવસર પર ટીવી પર અનેક પ્રકારના નવી એડ આવવી શરૂ થઈ ચુકી છે. આ દરમિયાન રસ્તા પર ફટાકડા ન ફોડવાની અપીલને લઈને બોલીવુડ અભિનેતા આમિર ખાન (Aamir Khan) ની પણ એક એડ આવવા માંડી છે. પણ આ એડને કારણે હવે આમિર ખાન સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા માંડ્યા છે. આ સાથે કર્ણાટકના બીજેપી સાંસદ અનંતકુમાર હેગડેએ પણ તેમની વિરુદ્ધ પત્ર લખ્યો છે.
 
હિન્દુઓમાં અશાંતિ ની કહી વાત 
 
અનંતકુમાર હેગડેએ સીએટ ટાયર કંપનીના વડાને એક પત્ર લખ્યો છે, જેણે તાજેતરમાં જાહેરમાં રસ્તા પર ફટાકડા ન ફોડવા માટે અપીલ કરતા વાંધો ઉઠાવ્યો હતો. તેમને આશા હતી કે ભવિષ્યમાં કંપની હિન્દુઓની ભાવનાઓનું સન્માન કરશે અને તેમને નુકસાન નહીં પહોંચાડે., કારણ કે આવી જાહેરાતો હિન્દુઓમાં અશાંતિ પેદા કરી રહી છે. 14 ઓક્ટોબરે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO અનંત વર્ધન ગોએન્કાને લખેલા પત્રમાં અનંતકુમારે એ જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો હતો જેમાં બોલિવૂડ સ્ટાર આમિર ખાન લોકોને રસ્તા પર ફટાકડા ન ફોડવાની સલાહ આપે છે.