ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 11 ફેબ્રુઆરી 2019 (17:34 IST)

અભિનેતા મહેશ આનંદ ઘણા દિવસથી હતા ભૂખા ? લાશ પાસે મળી હતી દારૂ

90ના દસકાના જાણીતા વિલેન એક્ટર મહેશ આનંદ 9 ફેબ્રુઆરીના રોજ મુંબઈના પોતાના એપાર્ટમેંટમાં મૃત જોવા મળ્યા. હવે મહેશની પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી છે. રિપોર્ટ્સ મુજબ એક્ટરની ડેથ નેચરલ છે. 
 
પોલીસ મુજબ એક્ટરની પત્ની રૂસમાં રહે છે. તે સોમવારે થનારા અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકે છે.  પોલીસ મુજબ શનિવારે જ્યારે મેડ એક્ટરના ઘરમાં આવી તો દરવાજો નૉક કરવા પર કોઈ રિસ્પોંસ ન મળ્યો. ત્યારબાદ પોલીસે આ વાતના સમાચાર આપ્યા. 
આનંદ ઘરમાં ટ્રેક સૂટ પહેરેલી હાલતમાં મળ્યા. બોડી પાસે પ્લેટ મુકેલી હતી. જેને જોઈને લાગી રહ્યુ હતુ કે તેમને ખાધુ હતુ. દારૂની એક બોટલ પણ એક્ટરની બોડી પાસે મળી. એક્ટરના ઘરની બહાર લંચ બોક્સ મળ્યા. એવુ કહેવાય રહ્યુ છેકે એક્ટરે અનેક દિવસોથી ખાધુ નહોતુ. 
 
મહેશે ફિલ્મ શહેનશાહ, મજબૂર, સ્વર્ગ, થાનેદાર, વિશ્વાત્મા, ખુદ્દાર, વિજેતા અને કુરૂક્ષેત્ર જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. જો કે છેલ્લા અનેક વર્ષોથી તેમને ફિલ્મોમાં કામ નહોતુ મળી રહ્યુ. 18 વર્ષ પછી નિર્દેશક પહેલાજ નિહલાનીએ તેમને પોતાની ફિલ્મ રંગીલા રાજામાં 6 મિનિટનો રોલ આપ્યો હતો. 
 
રિપોર્ટ્સ મુજબ એક્ટર મહેશ લાંબા સમયથી એકલા જ રહી રહ્યા હતા. દારૂના આદિ થઈ ગયા હતા અને ફિલ્મો ન મળવાને કારણે ડિપ્રેશનમાં હતા. મહેશ એક ટ્રેંડ ડાંસર હતા અને પ્રોફેશનલ લેવલ પર તેમણે પરફોર્મ પણ કર્યુ અહ્તુ. 
 
એક વેબસાઈટ સાથેની વાતચીતમાં શક્તિ કપૂરે એક્ટર મહેશને લઈને જણાવ્યુ કે મહેશ કામ ન મળવાને કારણે ખૂબ ડિપ્રેસ રહેતા હતા ને તેમને દારૂની લગ લાગી ચુકી હતી. તેઓ નશામાં લોકોને ફોન લગાવી દેતા અહ્તા. પહેલાજજીએ તેમને ફિલ્મના ક્લાઈમેક્સ સાથે થોડી મિનિટ પહેલા એક રોલ આપ્યો હતો. જે તેણે સારી રીતે ભજવ્યો. ફિલ્મની શૂટિંગ દરમિયાન પહેલાજજીએ તેમને દારૂ પીવાની ના પણ પાડી હતી. પ્ણ મહેશે તેમનુ બિલકુલ ન સાંભળ્યુ.  હુ પણ મહેશને દારૂ પીવાનુ ના પાડતો હતો અને મે તેને દારૂ છોડવા માટે પણ કહ્યુ હતુ. કારણ કે થોડા વર્ષ પહેલા બોલીવુડ એક્ટર ગેવિન પૈકાર્ડ પણ દારૂની લતને કારણે પોતાનો જીવ ગુમાવી બેસ્યા હતા.