મંગળવાર, 23 જુલાઈ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (19:43 IST)

અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાની હાલત ગંભીર, લંડનમાં શૂટિંગ છોડીને પરત ફર્યા અભિનેતા

બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમાર(Akshay Kumar) પોતાની આવનારી ફિલ્મના શૂટિંગ માટે યુકે ગયા હતા, પણ અચાનક અભિનેતાની માતાની તબિયત બગડી ગઈ. જેને કારણે તેઓ સોમવારે સવારે મુંબઈ પરત આવી ગયા. 
 
અક્ષયની માતાની તબિયત ગંભીર 
 
અક્ષય કુમાર(Akshay Kumar)ની માતા અરુણા ભાટિયાની હાલત નાજુક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ મુંબઈની હિરાનંદાની હોસ્પિટલમાં આઈસીયુમાં એડમિટ છે. અક્ષય કુમાર માતાની તબિયત બગડ્યા પછી અક્ષય કુમાર લંડનથી મુંબઈ પરત ફર્યા છે. ઉલ્લેખનીય છે કે અભિનેતા પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે લંડન ગયા હતા. 

 
શૂટિંગ છોડી માતા પાસે પરત ફર્યા એક્ટર 
 
અક્ષય કુમાર (Akshay Kumar) ની માતા અરુણા ભાટિયા આઈસીયૂમાં કેમ છે, આ વાતની ચોખવટ સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે અરુણાની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી ઠીક નથી. અક્ષયને આ વિશે જાણ થતાં જ તે તરત જ લંડનથી ભારત પરત ફર્યા.

અક્ષય કુમાર છેલ્લા કેટલાક દિવસોથી પોતાની આગામી ફિલ્મ સિન્ડ્રેલાનું શૂટિંગ કરી રહ્યા હતા. તેમની માતાની  તબિયત બગડતા તેઓ ઘરે પરત ફર્યા, પરંતુ તેમણે તેમના નિર્માતાઓને એ દ્રશ્યોનું શૂટિંગ ચાલુ રાખવા કહ્યું છે જેમાં તેમની જરૂર નથી.
 
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તાજેતરમાં અભિનેતાની ફિલ્મ બેલ બોટમ થિયેટરોમાં રજુ થઈ  છે. આ ફિલ્મમાં તેમની સાથે વાણી કપૂર, લારા દત્તા, હુમા કુરેશી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે.