ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 5 મે 2017 (17:19 IST)

Topless થઈ આલિયા ભટ્ટ, બિલાડી સાથે ડબ્બૂ રતનાની માટે આપ્યો પોઝ

આલિયા ભટ્ટે જાણીતા ફોટોગ્રાફર ડબ્બૂ રતનાની માટે ફોટો શૂટ કરાવ્યો છે. આલિયાએ ટોપલેસ ફોટો શૂટ કરાવ્યો છે. જેમા તે એક બિલ્લી પકડેલી બતાવી છે.  એવુ કહેવાય છે કે આ બિલ્લી તેના 24મા બર્થડે પર તેને ભેટમાં મળી હતી.  
 
સોશિયલ મીડિયા પર શેયર કરી ફોટો 
 
આલિયાની આ ફોટોને ફોટોગ્રાફરે પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે. તેમા આલિયા ટશન સાથે એક કાળી બિલાડીને પોતાના હાથમાં લઈને ટૉપલેસ દેખાય રહી છે.  ફોટોમાં આલિયા ખૂબ જ હોટ લાગી રહી છે. આ ફોટોને ડબ્બૂએ કેપ્શન આપ્યુ છે, "લવ ધ કૈટ્ટીડ્યૂડ' 
 
ઉલ્લેખનીય છે કે બિલ્લીઓ સાથે આલિયાનુ ઝનુન કોઈ નવી વાત નથી. ડિયર જીંદગીની એક્ટ્રેસે પોતાની બિલ્લીની અનેક તસ્વીરો ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે. 
 
બિકનીમાં પણ જોવા મળી ચુકી છે આલિયા 
 
પોતાની પ્રથમ ફિલ્મ સ્ટુડેંટ ઓફ ધ ઈયરમાં આલિયા બિકનીમાં જોવા મળી ચુકી છે.  બોલીવુડની જાણીતી હસ્તિયોના ફોટોશૂટ કરનારા ડબ્બૂ રતનનીએ પોતાના કેમેરામા આલિયાને કેદ કરી છે.  તેમા આલિયા ખૂબ જ ક્યુટ લાગી રહી છે. 
 
સિદ્ધાર્થ સાથે સંબંધોને લઈને સતત ચર્ચામાં છે આલિયા 
 
આલિયા ભટ્ટ પોતાની ફિલ્મો સાથે સિદ્ધાર્થ મલ્હોત્રાના પોતાના સંબંધોને લઈને પણ ચર્ચામાં રહે છે.  તાજેતરમાં જ તેમની મા સોની રાજદાને જણાવ્યુ કે આલિયા અફવાઓથી પ્રભાવિત થતી નથી અને તેને લાગે છે કે તેમની પુત્રીને એક સારુ સામાજીક જીવન મળવુ જોઈએ. . તેમની માતાનું માનવુ છે કે કોઈપણ રિલેશન આલિયાને તેના કામમાં પાછળ નથી કરી શકતી. આલિય ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ જગતમાં ઘણુ બધુ મેળવ્યુ છે.