શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (18:49 IST)

આર્યન ખાનને આજે પણ ન મળી બેલ, હવે આવતીકાલે થશે સુનાવણી

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પરની બાકીની સુનાવણી હવે 27 ઓક્ટોબરે થશે. બોમ્બે હાઈકોર્ટે આવતીકાલે બપોરે 2.30 વાગ્યા પછી વધુ સુનાવણી માટે સમય આપ્યો છે, કોર્ટમાં  આર્યનના વકીલ મુકુલ રોહતગીએ પોતાની દલીલો રજૂ કરી ચુક્યા છે. ત્યારબાદ અમિત દેસાઈ અરબાઝ મર્ચન્ટના જામીનની તરફેણમાં દલીલ કરી રહ્યા હતા. કોર્ટે તેમને પૂછ્યું કે તમને કેટલો સમય લાગશે. અમિત દેસાઈએ જવાબ આપ્યો 45 મિનિટ, બીજી બાજુ NCB તરફથી અનિલ સિંહે 45 મિનિટનો સમય માંગ્યો. જેના પર કોર્ટે વધુ સુનાવણી આવતીકાલ સુધી મુલતવી રાખી છે.
 
ચૈટના આધારે જેલમા કેદ રાખવા યોગ્ય નહી 
 
આર્યન તરફથી ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ પૂછપરછ કરી હતી. રોહતગીએ કોર્ટને જણાવ્યું હતું કે તેના ક્લાયન્ટ પાસેથી કંઈ મળ્યું નથી, ન તો તેણે ડ્રગ્સ લીધું હોવાનું દર્શાવવા માટે ન તો કોઈ મેડિકલ તપાસ કરવામાં આવી. અરબાઝ મર્ચન્ટના શૂઝમાંથી 6 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. તે મારા ક્લાયંટનો મિત્ર છે તે સિવાય મને તેની કોઈ પરવા નથી. આર્યન પાસેથી કંઈ મળ્યું નથી અને તેની 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી. તેણે કહ્યું કે ચેટમાં શું છે તે હજુ સાબિત થવાનું બાકી છે. તેની આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી. ફક્ત આના આધાર પર કોઈને પણ 20 દિવસ સુધી જેલમાં રાખી શકાતા નથી. 
 
આર્યનનો મામલો મામુલી, પેરેંટ્સને કારણે થયો હાઈલાઈટ 
 
રોહતગીએ કહ્યું, વોટ્સએપ ચેટને ક્રુઝ ટર્મિનલ સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ જૂની ચેટનો ઉલ્લેખ કરી રહ્યા છે, જેના આધારે તેઓ કહી રહ્યા છે, તમારે કેટલાક લોકો સાથે લેવડ-દેવડ છે. હુ જ્યારે બહાર રહેતો હતો તેને પણ ઈંટરનેશનલ લિંક સાથે જોડવામાં આવી રહ્યુ છે. ટ્રાયલ કોર્ટ નક્કી કરશે કે તેને સ્વીકારવામાં આવશે કે નહીં. આર્યનના વકીલે કહ્યું કે આ છોકરાનો કેસ ખૂબ નાની વાત છે. પણ તેના પેરેંટ્સને કારણે તેને આટલી હાઇલાઇટ મળી. રોહતગીએ કહ્યું કે કાયદો એમ પણ કહે છે કે જો ડ્રગ્સનું સેવન સાબિત થાય તો પણ તેમને રિહેબમાં લઈ જવો જોઈએ. લોકોને જેલમાં ધકેલી દેવાનો ઈરાદો ન હોવો જોઈએ. સોશિયલ જસ્ટીસ મિનિસ્ટ્રી પણ સુધારાની વાત કરી રહ્યું છે