શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 25 ઑક્ટોબર 2021 (12:05 IST)

જેલમાં માતા-પુત્રનું મિલન- આજે ગૌરી ખાન મળશે આર્યન ખાનથી

gauri khan meet aaryan khan in jail
8 ઓક્ટોબરથી આર્યન ખાન આર્થર રોડ જેલમાં છે. 21 ઓક્ટોબરે શાહરુખ ખાન દીકરાને મળવા આર્થર રોડ જેલમાં આવ્યો હતો. હવે ગૌરી ખાન દીકરાને મળવા જેલ જવા નીકળી છે.
 
શાહરુખ તથા ગૌરી ખાનની આજે એટલે કે 25 ઓક્ટોબરના રોજ 30મી વેડિંગ એનિવર્સરી છે. આર્યન ખાન પેરેન્ટ્સની વેડિંગ એનિવર્સરીના દિવસે જ જેલમાં છે.
 
સરકારે પરવાનગી આપતા જ શાહરુખ દીકરાને મળવા ગયો હતો
20 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર સરકારે જેલના કેદીઓ તથા પરિવારને મળવાની મંજૂરી આપી હતી. કોરોનાને કારણે પરિવારજનો કેદીઓને મળી શકતા નહોતા. સરકારે પરવાનગી આપતા જ શાહરુખ તરત જ દીકરાને મળવા ગયો હતો. 
 
શાહરૂખથી મુલાકાત દરમિયાન દીકરો આર્યન રડી પડ્યો હતો. શાહરુખ પણ બોલતાં બોલતાં ભાવુક થઈ ગયા હતા, પરંતુ તેણે પોતાના ચશ્માં ઉતાર્યા નહોતાં. આર્યન પણ રડવા લાગ્યો હતો, દીકરાને રડતો જોઈને શાહરુખના આંસુ પણ આવી ગયા. શાહરુખે દીકરાના હાલચાલ પૂછ્યા હતા અને થોડીવાર શાંતિથી દીકરાને જોતો હતો. વાતચીતમાં આર્યને અનેકવાર 'I am sorry' કહ્યું હતું. જવાબમાં શાહરુખે કહ્યું હતું, 'I trust u..'