1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :મુંબઈ , બુધવાર, 13 ઑક્ટોબર 2021 (11:04 IST)

જ્યારે પૂજા હેગડેનુ ઇન્સ્ટાગ્રામ થયુ હેક, નર્વસ એક્ટ્રેસે પોતાનો ડર વ્યક્ત કર્યો

અભિનેત્રી પૂજા હેગડે છેવટે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પરત ફરી છે. તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું હતું, પરંતુ તેની પ્રોફાઇલ પુન:સ્થાપિત કરવામાં આવી છે. પૂજાએ ઇંસ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોતાનો અનુભવ શેર કર્યો.
 
તેણે લખ્યું, "મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સુરક્ષાને લઈને ખૂબ જ તણાવપૂર્ણ સમય વીત્યો છે. આ મુશ્કેલ સમયમાં તાત્કાલિક મદદ માટે મારી તકનીકી ટીમનો ધન્યવાદ.  છેવટે મારા હાથ મારા ઇન્સ્ટાગ્રામ પર પાછા આવ્યા."
 
પૂજાએ વધુમાં ઉમેર્યું, "આ સિવાય છેલ્લા એક  કલાકમાં મારા એકાઉન્ટમાંથી જે મેસેજ આવ્યો છે અથવા પોસ્ટ કરાયો છે તે મેસેજ પૂર્વવત્ કરવામાં આવશે. મને આશા છે તમે કોઈ વ્યક્તિગત માહિતી આપી નહી હોય આભાર.
 
અભિનયની વાત કરીએ તો પૂજા છેલ્લીવાર અલ્લુ અર્જુન દ્વારા અભિનીત તેલુગુ એક્શન ડ્રામા 'અલા વૈકુંઠપુરમુલુ'માં સ્ક્રીન પર જોવા મળી હતી. ત્રિવિક્રમ
શ્રીનિવાસના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં તબ્બુ, જયરામ, સુશાંત, નવદીપ, નિવેથા પેથુરાજ, સમુથિરકાની, મુરલી શર્મા, સુનિલ, સચિન ખેડેકર અને હર્ષ વર્ધન પણ છે.