શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (17:58 IST)

આર્યન ખાનને કારણે શાહરૂખ ખાનના ડુપ્લિકેટની પણ વધી મુસીબત

બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ની ધરપકડ પછી તેમના પરિવાર સાથે તેમના ફેંસ અને ડુપ્લિકેટ્સ માટે પણ સમસ્યાઓ ઉભી થઈ રહી છે. એક બાજુ જ્યા શાહરૂખ ખાન (Shah Rukh Khan) દ્વારા કરવામાં આવી રહેલ બ્રાંડ્સે પોતાના હાથ પાછળ ખેંચી લીધા છે. તો બીજી બાજુ હવે તેમના ડુપ્લિકેટની જોબ જવાનો મામલો સામે આવ્યો છે. 
 
માત્ર રાજુ જ નહીં પરંતુ શાહરુખનો બીજો હમશકલ હૈદર મકબૂલને પણ હાલમાં કામ મળતું નથી. હૈદરે કહ્યું હતું કે આગામી બે અઠવાડિયામાં તેણે કેટલીક ઇવેન્ટ્સમાં જવાનું હતું, પરંતુ તમામ ઇવેન્ટ્સ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. તેને આની સામે કોઈ જ વાંધો નથી, કારણ કે તે શાહરુખને કારણે સફળ થયો છે. આ મુશ્કેલ સમયમાં તે શાહરુખની પડખે છે. હાલ જે બની રહ્યું છે તેનાથી તે ઘણો જ નિરાશ થયો છે. શાહરુખ ખાન ઘણું જ સહન કરી રહ્યો છે અને તે પ્રાર્થના કરે છે કે આર્યન જલદીથી ઘરે આવી જાય


 
કોવિડ પછી બીજો માર 
 
રાજુ રહિકવારે(Raju Rahikwar)એ  કહ્યું, 'મારી પાસે લગભગ દોઢ વર્ષથી કામ નહોતું કારણ કે કોરોના વાયરસને કારણે કોઈ ઈવેંટનુ આયોજન નહોતુ  થઈ રહ્યુ. રોગચાળા પછી, પરીસ્થિતિ થોડી સામાન્ય દેખાવવા માંડી. હું 10 ઓક્ટોબરે જયપુરમાં યોજાનારી જન્મદિવસની પાર્ટીનો ભાગ બનવાનો હતો. એક અઠવાડિયા પછી, મારે એ જ શહેરમાં અન્ય એક ગેધરિંગમાં હાજરી આપવાની હતી. પરંતુ બંને ઇવેન્ટ રદ્દ થઇ ગઇ.