ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 4 ડિસેમ્બર 2023 (17:15 IST)

Ajay Devgn: સિંઘમ અગેનના શૂટિંગ દરમિયાન ઘાયલ થયા અજય દેવગન, એક્શન સીક્વંસ કરતી વખતે થયા ઘાયલ

ajay devgan
અજય દેવગન પોતાની આગામી ફિલ્મ સિંઘમ અગેનને લઈને સતત ચર્ચામાં છે. તાજેતરમાં ફિલ્મના અનેક પોસ્ટર સામે આવ્યા હતા. જેને જોઈને દર્શકોની ઉત્સુકતા વધી ગઈ હતી. અજય વર્તમાન દિવસોમાં પોતાની આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન સમાચાર છે કે ફિલ્મના એક્શન સીકવંસના શૂટિંગ દરમિયાન અભિનેતા ઘાયલ થઈ ગયા. 
 
શૂટિંગ દરમિયાન થયા ઘાયલ 
નિર્દેશક રોહિત શેટ્ટી અને તેમની ટીમ તાજેતરમાં વિલે પાર્લેમાં ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા. એવુ બતાવાય રહ્યુ છે કે આ દરમિયાન એક એક્શન સીનને ફિલ્માવવા દરમિયાન અભિનેતાની આંખમાં વાગી ગયુ. મીડિયા રિપોર્ટ્સ મુજબ અજય દેવગન એક કૉમ્બૈટ સીક્વેંસની શૂટિંગ કરી રહ્યા હતા. ત્યારે ભૂલથી એક ઝટકો અભિનેતાના ચેહરા પર વાગ્યો જેનાથી તેમની આંખમાં વાગી ગયુ. 
 
બ્રેક પછી બીજીવાર શરૂ કરવામાં આવ્યુ શૂટિંગ 
રિપોટ્સમાં બતાવ્યુ છે કે ઘાયલ થયા પછી અજયે થોડા કલાકનો બ્રેક લીધો અને એક ડોક્ટરે આ દરમિયાન તેનો ઈલાજ કર્યો.  એ સમયે રોહિતે ખલનાયકો સાથે જોડાયેલ અન્ય દ્રશ્યોનુ શૂટિંગ કર્યુ. ઉલ્લેખનીય છે કે પોતાના કામ પર અસર ન પડવા દેવામાંથી કે અજયે જલ્દી જ શૂટિંગ પણ શરૂ કરી દીધુ. 
 
ફિલ્મમાં જોવા મળશે આ કલાકારો 
 
'સિંઘમ અગેઇન'ની ટીમ હવે ફિલ્મ સિટીમાં પેન્ડિંગ શૂટિંગ ચાલુ રાખશે. રોહિત શેટ્ટી 'સિંઘમ અગેન' સાથે મહત્વાકાંક્ષી ટીમ લઈને આવ્યા છે. અજય દેવગન લીડ રોલ પ્લે કરી રહ્યો છે  આ ઉપરાંત તેમણે આ વખતે કરીના કપૂર ખાન અને દીપિકા પાદુકોણને પણ ફિલ્મમાં સામેલ કરી છે. સાથે જ રણવીર સિંહ અને અક્ષય કુમાર પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે.