મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 30 જૂન 2021 (13:59 IST)

Dilip Kumar Health Update: શ્વાસ લેવામાં તકલીફ પડતા ફરી એકવાર હિંદુજા હોસ્પિટલમાં દાખલ

Dilip Kumar Health Update: દિલીપ કુમારને એકવાર ફરીથી શ્વાસ લેવામાં તકલીફને કારણે હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ સાથે જોડાયેલ એક વિશ્વસનીય સૂત્રએ જણાવ્યુ કે હાલ દિલીપ કુમારને ડોક્ટરોની દેખરેખ હેઠળ આઈસીયૂમાં રાખવામાં આવ્યા છે. 
 
દિલીપ કુમારની ખરાબ તબિયતને કારણે મંગળવારની સવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રએ કહ્યુ કે દિલીપ કુમારની તબિયત પહેલાથી સારી છે. 
 
આ ઉપરાંત એક પારિવારિક સૂત્રોએ જણાવ્યુ કે દિલીપકુમારનુ  હિમોગ્લોબિન ઘટી ગયુ છે. આવી સ્થિતિમાં તેમની ઉંમર અને તમામ પ્રકારના મેડિકલ તપાસ  માટે ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો, પરંતુ ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. 

દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે આ મહિને એટલે કે 6 જૂને  હિન્દુજા હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા હતા.
 
બાદમાં, ડિસ્ચાર્જ થવાના એક દિવસ પહેલાં, દિલીપ કુમારના ફેફસાંમાં જમા પાણીને સામાન્ય શસ્ત્રક્રિયા દ્વારા કાઢવામાં આવ્યું હતું.  હોસ્પિટલમાં 5 દિવસ દાખલ કર્યા બાદ દિલીપ કુમારને 11 જૂને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.