શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 29 નવેમ્બર 2022 (13:25 IST)

The Kashmir Files' ને IFFI જૂરી હેડે કહ્યુ પ્રોપેગૈંડા, અનુપમ ખેર-અશોક પંડિતે કર્યો પલટવાર

વર્ષ 2022ની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'The Kashmir Files' ને લઈને એકવાર ફરી નવો વિવાદ છેડાય ગયો છે. ઉલ્લેખનીય છે કે ગોવામાં થયેલ  IFF I'ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા' ઈવેંટમાં ઈઝરાયલી ફિલ્મમેકર Nadav Lapid એ ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સને લઈને વિવાદિત ટિપ્પણી કરી, જ્યારબાદ  'The Kashmir Files' ટ્વિટર પર ટ્રેંડ કરવા લાગ્યુ છે અને સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને લોકો પોત-પોતાના વિચારો બતાવી રહ્યા છે.  Nadav Lapid એ ધ કશ્મીર ફાઈલ્સને વલ્ગર પ્રોપેગૈડા જણાવ્યો છે. તેના પર જવાબ આપતા અનુપમ ખેરે ટ્વિટ કર્યુ છે. 
 
 The Kashmir Files' નાં મુખ્ય પાત્ર ભજવનાર અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક તસવીરો શેર કરતા,  લખ્યું, 'જૂઠની ઊંચાઈ ગમે તેટલી ઊંચી હોય.. તે હંમેશા સત્ય કરતા નાનું હોય છે.' તાજેતરમાં, અનુપમ ખેરે 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે વાત કરતા કહ્યું હતું કે તેણે વિશ્વભરના લોકોને 1990ના દાયકામાં કાશ્મીરી પંડિત સમુદાય પર પડેલી દુર્ઘટનાથી વાકેફ કર્યા છે. 

 
જ્યારે ફિલ્મ નિર્માતા અશોક પંડિતે લખ્યું કે, '#Israeli ફિલ્મ નિર્માતા #NadavLapid એ #KashmirFilesને અશ્લીલ  ફિલ્મ કહીને આતંકવાદ સામેની ભારતની લડાઈની મજાક ઉડાવી છે. તેમણે ભાજપ સરકારના નાક નીચે 7 લાખ કાશ્મીરી પંડિતોનું અપમાન કર્યું છે. #IFFIGoa2022 ની વિશ્વસનીયતા માટે આ એક મોટો ફટકો છે. શરમ.'
આપને જણાવી દઈએ કે ઈઝરાયલી ફિલ્મમેકર NadavLapid એ ઈવેન્ટમાં કહ્યું, '15મી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'થી અમે  બધા પરેશાન અને સ્તબ્ધ હતા અમને આ એક પ્રચાર, અશ્લીલ ફિલ્મ જેવી લાગી, જે આટલા પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલના કલાત્મક પ્રતિસ્પર્ધી વર્ગ માટે અયોગ્ય છે.' 'ધ કાશ્મીર ફાઇલ્સ' આ વર્ષે 11 માર્ચે સિનેમા હોલમાં રિલીઝ થઈ હતી. 1990ના દાયકામાં હિંદુ પલાયન  અને કાશ્મીરી પંડિતોની હત્યાની સ્ટોરી ફિલ્મમાં બતાવવામાં આવી હતી. આ ફિલ્મ 2022ની સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મોમાંની એક છે.