રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 28 ડિસેમ્બર 2018 (11:34 IST)

એક્ટર કાદર ખાનની હાલત ખૂબ જ ગંભીર, મગજે કામ કરવુ કર્યુ બંધ

બોલીવુડમાં તમારા શ્રેષ્ઠ અભિનય અને શાનદાર ડાયલૉગથી લોકોને ફિદા કરનારા જાણીતા એક્ટર કાદર ખાનની હાલત ખૂબ નાજુક છે. જાણવા મળ્યુ છે કે ખરાબ સ્વાસ્થ્યને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને વાઈપેપ ( BiPAP) વેંટીલેટર પર મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કાદર ખાન 81 વર્ષની વયમાં પ્રોગ્રેસિવ સુપ્રાન્યૂક્લીયર પાલ્સી ડિસઓર્ડર (પીએસપી)ના શિકાર થઈ ગયા હતા. જેને કારણે તેમનુ મગજ કામ કરવુ બંધ કરી દીધુ છે. 
 
સ્પૉટબૉયના સમાચાર  મુજબ કાઅર ખાનના પુત્ર સરફરાજે માહિતી આપી છે કે પ્રોગ્રેસિવ સુપ્રાન્યૂક્લીયર પાલ્સી ડિસઓર્ડરના કારણે મગજથી સંચાલિત થનારી ગતિવિધિયો  ખૂબ પ્રભાવિત થઈ છે. ડોક્ટરે શ્વાસ લેવામાં થઈ રહેલ પરેશાનીને કારણે તેમને બાઈપેપ વેંટીલેટર પર મુક્યા છે.  બીજી બાજુ આ સાથે ડોક્ટરોએ તેમને નિમોનિયાના લક્ષણ પણ દેખાય રહ્યા છે.  સરફરાજ મુજબ ડોક્ટરોની એક ટીમ સતત તેમની હેલ્થ પર નજર રાખી રહી છે. પણ તેમને શ્વાસ લેવાની પરેશાની પછી બાઈપેપ વૈંટિલેટર પર મુક્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે કાદરખાનનુ ગયા વર્ષે ઘૂંટણની સર્જરી થઈ હતી. જ્યારબાદથી તેમને હેલ્થમાં સતત ઘટાડો જોવા મળી છે.  ઉલ્લેખનીય છે કે  અનેક વર્ષોથી કાદરખના પોતાના પુત્ર સરફરાજ  અને તે શાઈસ્તા સાથે કનાડામાં રહે છે.