શુક્રવાર, 19 જુલાઈ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 27 મે 2024 (18:02 IST)

કરણ જૌહરે ઘડક 2 નુ કર્યુ એલાન, સ્ટાર કાસ્ટ અને રિલીઝ ડેટ પરથી ઉઠ્યો પડદો

dhadak 2
dhadak 2
કરણ જોહરે અપકમિંગ રોમાંટિક ઈમોશનલ ડ્રામા ફિલ્મ ધડક 2 નુ પહેલુ ક્લાસિકલ મોશન પોસ્ટર સોશિયલ મીડિયા પર શેયર કર્યુ છે.  આ પોસ્ટરને પોસ્ટ કરતા ફિલ્મની સ્ટોરીને લઈને પણ હિંટ આપવામાં આવી છે.  ફિલ્મ મેકર કરણે ધડક 2 ની સ્ટાર કસટ અને રજુઆત તારીખ ને લઈને પણ નવી અપડેટ શેયર કરી છે.  છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મની સીકવલને લઈને ખૂબ ચર્ચા થઈ રહી હતી. આ દરમિયાન હવે જાહનવી કપૂર અને ઈશાન ખટ્ટરની ધડકની સીકવલની રજુઆત તારીખ પણ આવી ચુકી છે.  આ ફિલ્મ લોકોને એટલી પસંદ આવી હતી કે તે તેના બીજા પાર્ટની રાહ જોઈ રહ્યા છે. 
 
 ધડક 2 માં રોમાંસ કરતા દેખાયા આ સ્ટાર 
કરન જોહરે પોતાના ઈસ્ટાગ્રામ પ્રોફાઈલ પર અપકમિંગ ફિલ્મ ધડક 2 ની જાહેરાત કરતા જણાવ્યુ કે  આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરી લીડ રોલમાં જોવા મળવાના છે.   ઉલ્લેખનીય છે કે પહેલીવાર એક બીજા સાથે સ્ક્રીન પર રોમાંસ કરતા જોવા મળશે.  આ ફિલ્મના મોશન પોસ્ટર લોકોને ખૂબ ગમી રહ્યા છે. ફિલ્મ ધડક 2 ની પહેલી ઝલક શેયર કરવામાં આવી છે જે એક એનિમેટેડ રોમાંટિક વીડિયો છે. 

 
ધડક 2 ની વાર્તા પરથી પડદો હટી ગયો 
કરણ જોહરે 'ધડક 2'ની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરીની આગામી ફિલ્મ 22 નવેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ વખતે 'ધડક 2'ની લવસ્ટોરી ખૂબ જ અલગ બનવાની છે. આ ફિલ્મની સ્ટોરી સામે આવી છે. પોસ્ટ શેર કરતી વખતે કરણ જોહરે લખ્યું, 'આ સ્ટોરી થોડી અલગ છે કારણ કે એક રાજા હતો, એક રાણી હતી, જાતિ અલગ હતી... એન્ડ સ્ટોરી.'
 
ધડક 2 વિશે 
સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરીની ધડક 2 નુ નિર્માણ કરણ જોહરના હોમ પ્રોડક્શન ધર્મા મૂવીઝ કરશે.  આ ફિલ્મમાં અધૂરી પ્રેમ કહાની જોવા મળશે. આ ફિલ્મનુ નિર્દેશન શાજિયા ઈકબાલ કરશે.  ઉલ્લેખનીય છે કે જાહનવી કપૂર અને ઈશાન ખટ્ટર સ્ટાર ધડક 2016માં રજુ થઈ હતી. આ મરાઠી ફિલ્મ સૈરાટ નુ હિન્દી રીમેક હતી. આ ફિલ્મથી જાહ્નવી કપૂરે પોતાનુ બોલીવુડ ડેબ્યુ પણ કર્યુ હતુ.