રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 25 નવેમ્બર 2017 (13:28 IST)

કરણ જોહરે કંફર્મ કર્યું "સ્ટૂડેંટ ઑફ દ ઈયર2" માં ઈશાન ખટ્ટર નથી

શાહિદ કપૂરનો નાનો ભાઈ ઈશાન ખટ્ટર આ દિવસો ચર્ચામાં છે કરણ જોહરના પ્રોડકશન હાઉસની ફિલ્મ ધડકથી ઈશાન બૉલીવુડ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એંટ્રી મારી રહ્યો છે. . મરાઠી ફિલ્મ સેરાઠની રીમેક ધડકમાં ઈશાનની જૉડી હવા-હવાઈ એક્ટ્રેસ શ્રીદેવીની દિકરી જાહ્નવી સાથે જોવા મળશે. 
ધડકના ઉપરાંત  ઈશાન એક અન્ય કારણોસર પણ ચર્ચામાં છે. મીડિયામાં આ વાત ચાલી રહી છે કે સ્ટૂડેંટ ઑફ દ ઈયર-2માં ટાઈગર શ્રાફના સાથે ઈશાન ખટ્ટર મુખ્ય ભૂમિકા ભજવશે. અને ઈશાનને બીજી ફિલ્મમાં પણ કરણ જોહરની સાથે મળી છે. પણ આ વાત ખોટી નિકળી. તેને ખોટી જણાવતા કરણએ સાફાઈ આપી કે ઈશાન  "ધડક" ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. અને  "સ્ટૂડેંટ ઑફ દ ઈયર2" માં મુખ્ય ભૂમિકામાં ટાઈગર શ્રાફ છે.