રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 27 માર્ચ 2019 (15:43 IST)

મલાઈકા અને અર્જુનના લગ્નની તારીખ નક્કી હોવાની અટકળો, ગેસ્ટ લિસ્ટની સાથે વાંચો આખી ડિટેલ

મલાઈકા અરોડા અને અર્જુન કપૂર તેમની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. હવે આ કપલની લગ્નની ડેટ કંફર્મ થવાની ખબર આવી રહી છે. ખબરોના મુજબ મલાઈકા અને અર્જુન 19 એપ્રિલને લગ્ન કરી શકે છે. 
 
અત્યારે આ વિશે મલાઈકા અને અર્જુનની તરફથી કોઈ બયાન નહી આવ્યું છે. બન્ને તેમના લગ્નને સીક્રેટ રાખવા ઈચ્છે છે. લગ્નમાં મહેમાનોની લિસ્ટ પણ સામે આવી છે. લગ્નમાં મલાઈકાની ગર્લ ગેંગ કરીના કપૂર, કરિશ્મા કપૂર અને અમૃતા અરોડા શામેલ થઈ શકે છે. સાથે જ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના શામેલ થવાના ખબર પણ છે. 
 
તાજેતરમાં મલાઈકાને ક્લીનિકની બહાર સ્પૉટ કરાયું હતું. થોડા દિવસ પહેલા મલાઈકાએ તેમના લગ્નની ખબર પર કહ્યું હતું કે આ બધી વાત મીડિયાની બનાવી વાત છે. તેમજ અર્જુનએ કહ્યું હતું કે જ્યારે આવું કઈક હશે તો તમે લોકોને ખબર પડી જશે. ખબરોની માનીએ તો આ લગ્ન ક્રીશ્ચિયન રીતીથી થશે. 
 
જણાવીએ કે અરબાજ અને મલાઈકા 18 વર્ષ સુધી સાથે રહ્યા. બન્નેનો એક દીકરા અરહાન પણ છે. અરબાજ-મલાઈકાએ 2017માં તલાક લઈ લીધું હતું. અરબાજ હવે મૉડલ જાર્જિયા એંડિયાનીને ડેટ કરી રહ્યા છે.