સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 21 સપ્ટેમ્બર 2022 (10:56 IST)

પ્રાર્થનાઓ કામ ન આવી, કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું દિલ્હીની AIIMSમાં નિધન

લોકપ્રિય હાસ્ય કલાકાર-અભિનેતા રાજુ શ્રીવાસ્તવ, જેઓ એક મહિના કરતા પણ વધુ સમય પહેલા હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા, તે હવે આપણી વચ્ચે રહ્યા  નથી. શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા અને તે જ દિવસે તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

શ્રીવાસ્તવ 1980 ના દાયકાના અંતથી મનોરંજન ઉદ્યોગમાં સક્રિય છે. તેણે 2005માં સ્ટેન્ડ-અપ કોમેડી શો 'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ'ની પ્રથમ સિઝનમાં ભાગ લીધા બાદ ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. તેણે 'મૈંને પ્યાર કિયા', 'બાઝીગર', 'બોમ્બે ટુ ગોવા' (રિમેક) અને 'આમદાની અથની ઘરચા રૂપૈયા' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. શ્રીવાસ્તવ ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના પ્રમુખ પણ છે.