રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 4 નવેમ્બર 2019 (10:23 IST)

દિલ્હીના પ્રદૂષણથી પરેશાન પ્રિયંકા ચોપડા, માસ્ક લગાવીને કહી આ વાત

પ્રિયંકા ચોપડા જોનસ હાલ નેટફ્લિક્સ સીરીઝ ધ વ્હાઈટ ટાઈગરની શૂંટિંગ કરી રહી છે. પ્રિયંકાનુ શૂટિંગ દિલ્હીમાં ચાલી રહ્યુ છે અને તે દિલ્હીના પોલ્યુશનથી પરેશાન છે. પ્રિયંકાએ ઈસ્ટાગ્રામ પર પોતાની ફોટો શેયર કરી છે. જેમા તેણે ફેસ પર માસ્ક લગાવી રાખ્યો છે અને આંખો પર ચશ્મા પહેર્યા છે.  પ્રિયંકાએ ફોટો શેયર કરતા લખ્યુ, ધ વ્હાઈટ ટાઈગરનુ શૂટિંગનો દિવસ. અહી શૂંટિગ કરવામાં ખૂબ જ તકલીફ આવી રહી છે.   મને સમજાતુ નથી કે લોકો આ પરિસ્થિતિમાં કેવી રાતે રહે છે.  થેંક્સ ગોડ કે અમારી પાસે એયર પ્યુરીફાયર અને માસ્ક જેવી સુવિદ્યા છે. જે લોકો પાસે ઘર નથી તેમને માટે પ્રાર્થના કરુ છુ.  બધા લોકો પોતાનુ ધ્યાન રાખે. 
 
ઉલ્લેખનીય છે કે પહેલીવાર પ્રિયંકા દિલ્હીના આ પોલ્યુશનથી પરેશાન નથી. ગયા વર્ષે જ જ્યારે તે ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકના પ્રમોશન માટે દિલ્હી આવી હતી ત્યારે પણ તેણે આ પોલ્યુશનને ફેંસ કર્યુ હતુ. 
 
એ સમયે ફરહાને પોતાની અને પ્રિયંકાની ફોટો શેયર કરી હતી. જેમા બંનેયે પોતાના ચેહરા પર માસ્ક લગાવ્યુ હતુ અને તે સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ગયા મહિને જ રજુ થઈ હતી. આ ફિલ્મ દ્વારા પ્રિયંકાએ 3 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કર્યુ હતુ. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઈ નહોતી. હવે તે ધ વ્હાઈટ ટાઈગરનુ શૂટિંગ કરી રહી છે. તેમા પ્રિયંકા સાથે રાજકુમાર રાવ લીડ રોલમાં છે.